તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનો નોંધાયો:પાસપોર્ટની અરજીમાં જન્મ સ્થળ ખોટું બતાવતા ફરિયાદ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાસપોર્ટ મેળવવા ખોટી માહિતી આપનાર જંક્શન વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગર-2માં રહેતા નાનકરામ વિષનદાસ ગંગવાણી નામના વૃદ્ધ સામે ભારતીય પાસપોર્ટ અધિકનિયમની કલમ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

પાસપોર્ટ ઓફિસમાં સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા સોનલબેન એમ. જેઠવાએ નોંધાવેલી નાનકરામ ગંગવાણીએ પાસપોર્ટ મેળવવા માટે 3-9-2009માં કચેરીમાં આધાર પુરાવા સાથે અરજી કરી હતી. જેમાં જન્મ સ્થળના આધાર પુરાવામાં સ્વામી ટેઓરામ સિંધી હાઇસ્કૂલ રાજકોટનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્રમાં જન્મ સ્થળ જેકોબાબાદ જણાવાયું હતું. જેથી કચેરી દ્વારા નાનકરામને ભારતીય નાગરિક તરીકેના આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું, પરંતુ તેમને કોઇ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. જેથી કચેરીએ પાસપોર્ટ ઇસ્યૂ કર્યો ન હતો અને તેમની ફાઇલ બંધ કરી હતી. નાનકરામ ગંગવાણીએ ફરી એક વખત રાજકોટ પાસપોર્ટ કલેક્શન સેન્ટરમાં પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી. જે અરજીમાં નાનકરામે તેમનું જન્મ સ્થળ રાજકોટ બતાવ્યું હતું.

નાનકરામે પાસપોર્ટ મેળવવા માટે વધુ એક વખત દસ્તાવેજો સાથે અરજી કર્યા બાદ તેની ખરાઇ કરવા માટે અમદાવાદની કચેરીમાં મોકલાયા હતા. જેની ચકાસણી કરતા નાનકરામે બાર વર્ષ પહેલા પાસપોર્ટ મેળવવા કરેલી અરજીમાં જન્મ સ્થળ પાકિસ્તાનના જેકોબાબાદ જણાવ્યું હતું. જ્યારે નવી અરજીમાં જન્મ સ્થળ રાજકોટ બતાવાયું હતું. નાનકરામે પાસપોર્ટ મેળવવા માટે ખોટી માહિતી આપ્યાનું સાબિત થતા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...