ખેડૂતને હેરાનગતિ:શાકભાજીની હરાજીનો સમય 41 ડિગ્રી તાપમાં રખાતા કચવાટ, તાપના કારણે શાકભાજી બગડતા હોવાની ફરિયાદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જૂના યાર્ડમાં વર્ષોથી શાકભાજીની હરાજી સવારે થતી હતી તેનો સમય બદલીને અત્યારે બપોરના 2 કલાકથી રાખવામાં આવ્યો છે. હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે. બપોરે 41 ડિગ્રીએ હરાજીનો સમય આ જ રખાતા ખેડૂતો, વેપારી અને દલાલોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. હરાજીના આ સમય સામે વિરોધ ઉઠ્યો છે. વધુમાં એવી ફરિયાદ ઊઠી છે કે આકારા તાપને કારણે શાકભાજી બગડી જાય છે અને પૂરતા ભાવ નહિ મળતા હોવાનો રોષ વ્યક્ત કર્યો છે. હાલ ઉનાળાની સિઝનમાં શાકભાજીના હરાજીનો સમય બદલવામાં આવે તેવી માગણી ઊઠી છે.

વધુમાં ખેડૂતો, વેપારીઓના જણાવ્યાનુસાર બપોરના સમયે આકારા તાપમાં શાકભાજી ઉતારવા માટે મજૂરો પણ મળતા નથી. આ પહેલા સવારે અને સાંજે બે વખત હરાજી થતી હતી તેના બદલે અત્યારે માત્ર એક જ સમય રાખવામાં આવતા બહારગામથી આવતા ખેડૂતોને સમયસર પહોંચવું પડે છે. બપોરના સમયે હરાજી હોય ખેડૂતો સવારથી જ પોતાના ગામડેથી નીકળી જવું પડે છે અને પરત ફરે ત્યારે સાંજ પડી જાય છે. આમ, સમય અને વ્યવસ્થાના અભાવને કારણે ખેડૂતને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...