તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વૃદ્ધાના ભાઇ- ભત્રીજાએ પ્લોટ પચાવ્યાની ફરિયાદ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 દી’માંં રિપોર્ટ કરવા કોર્ટેનો આદેશ

શહેરમાં લેન્ડ ગ્રેબિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે કિરણબેન વાઘજીભાઇ કોટક નામના વૃદ્ધાએ તેમનો પ્લોટ સગાભાઇ ભરત વાઘજીભાઇ કોટક, એડવોકેટ ભત્રીજો હરેશ પ્રવીણભાઇ અને દિલીપ જયંતીલાલ દવે સામે એડવોકેટ શ્યામલ સોનપાલ મારફત કોર્ટમાં ફરિયાદ કરી છે. જે ફરિયાદને પગલે કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિને આ બનાવની 30 દિવસમાં તપાસ કરી રિપોર્ટ કરવા ખાસ અદાલતે હુકમ કર્યો છે.વૃદ્ધાનો ભોમેશ્વર કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં 515 ચો.મી.વાળો પ્લોટ છે. આ પ્લોટ પિતા વાઘજીભાઇનો હતો. તેમના અવસાન બાદ માતા મુક્તાબેનના નામે પ્લોટ થયો હતો.

માતાના અવસાન બાદ ઉપરોક્ત પ્લોટ તેમજ અન્ય મિલકતો વૃદ્ધા કિરણબેનને મળી હતી. દરમિયાન ભાઇ ભરતભાઇએ અને એડવોકેટ ભત્રીજા હરેશે સોસાયટીના સંચાલકનોની મદદથી પ્લોટના બોગસ દસ્તાવેજી પુરાવાઓ તૈયાર કરી તે પ્લોટના અડધા ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો.

ભાઇ-ભત્રીજાએ પ્લોટ પચાવી પાડ્યા અંગે પોલીસમથકમાં, પોલીસ કમિશનર સહિતનાઓને લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી નહિ થતા અંતે ખાસ અદાલતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ફરિયાદને પગલે ખાસ અદાલતે આ ફરિયાદ રજિસ્ટરે લઇ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સૂચિત કરાયેલી કલેક્ટરના અધ્યક્ષતાવાળી સમિતિને એક મહિનામાં તપાસ કરી રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...