તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:યુનિ.ના ડેપ્યુટી રજિસ્ટ્રાર મહિલાને અપમાનિત કરતા હોવાની ફરિયાદ

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ‘તમને કશું આવડતું નથી’ કહી જાહેરમાં અપશબ્દો બોલે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાસ-2 કક્ષાના અધિકારી અને સામાન્ય વિભાગના વડાએ તેના ઉપરી અધિકારી ડે. રજિસ્ટ્રાર સામે પોતાને અપમાનિત કરતા હોવાની અને ‘તમને કશું આવડતું નથી’, કશી ખબર પડતી નથી’ એવું કહીને પ્લેસમેન્ટના કર્મચારીઓ સામે જાહેરમાં અપમાનિત કરતા હોવાની કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે.

આ ઉપરાંત પોતાને જાતિ પ્રત્યે પણ અપમાનિત કરતા હોવાની અને પોતે ભય અને ટેન્શન હેઠળ કામગીરી કરી રહ્યા હોય સામાન્ય વિભાગમાંથી બદલી કરવા કુલપતિને લેખિત ફરિયાદ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સામાન્ય વિભાગમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસર માધવીબેન કડવાતરે કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારને લેખિતમાં યુનિવર્સિટીના જ ઉપરી અધિકારી એટલે કે ડે. રજિસ્ટ્રાર જી.કે જોષી સામે ફરિયાદ કરી છે અને સામાન્ય વિભાગમાંથી અન્ય વિભાગમાં બદલી કરવા માગણી કરી છે.

માધવીબેન 1990થી યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, તેઓ કાયમી કર્મચારી છે અને અગાઉ પરીક્ષા વિભાગમાંથી છેલ્લા આઠેક માસથી સામાન્ય વિભાગમાં બદલી કરી છે, પરંતુ અહીં ડે. રજિસ્ટ્રાર પ્લેસમેન્ટના કર્મીઓ સામે અવારનવાર જાહેરમાં અપમાનિત કરતા હોવાની ફરિયાદ કરી છે. આ મુદ્દે કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ જણાવ્યું છે કે, મહિલા કર્મચારીની ફરિયાદ મળી છે અને આ મુદ્દે રજિસ્ટ્રાર સાથે ચર્ચા કરી બાદમાં નિર્ણય લેવાશે. કુલપતિએ એવું પણ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં કોઈપણ કાયમી કર્મચારીનો સીઆર (કોન્ફિડેન્શિયલ રિપોર્ટ) ભરાતો નથી અને સીઆર રિપોર્ટ વિના જ બદલી કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો