છેતરપિંડી:રાજકોટમાં નાગરિક બેંકની હેડ ઓફિસમાં ચીફ મેનેજરે પૈસા જમા કરવાનું કહી રૂ.60 લાખની છેતરપિંડી આચરી, ફરિયાદ દાખલ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચીફ મેનેજરે રૂ.65 લાખ મંગાવી, રૂ.5 લાખ જમા કર્યા અને રૂ.60 લાખ પોતાના કાઉન્ટર પર લઈ લીધા
  • હેડ કેશિયરે પુછપરછ કરતા સત્ય સામે આવ્યું

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી નાગરિક બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા રવી દિલીપભાઈ જોષીએ હેડ ઓફ્સિમાંથી રૂ. 65 લાખ મંગાવી 60 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની રીકવરી મેનેજર હરીપ્રકાશભાઈ વોરાએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી મેનેજરની અટકાયત કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી કરી છે.

રૂ.60 લાખ પોતાના કાઉન્ટર પર લઈ લીધા
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ચીફ્ મેનેજર રવિ જોષીએ હેડ ઓફ્સિમાંથી 65 લાખ મંગાવી કેશ કાઉન્ટર પર જમા કરાવ્યા હતા બાદ તેમાંથી તેની સુચનાથી બ્રાંચ ઓફિસના આસિસ્ટન્ટને રૂપિયા 5 લાખ કાઉન્ટર પરથી લઇ વિવીપી કોલેજના એક્સ્ટેન્શન કાઉન્ટરમાં જમા કરાવ્યા હતા બાકીના 60 લાખ મેનેજરે પોતાના કાઉન્ટર પર લઈ લીધા અને ઘરે જતા રહ્યા હતા

હેડ કેશિયરે પુછપરછ કરતા સત્ય સામે આવ્યું
આ અંગે હેડ કેશિયર રશ્મીકાંતભાઈ જોષી હાજર ન હતા આ મુદ્દે તેમને જાણ કરતા તેઓ જનરલ મેનેજર સાથે બેંકમાં તપાસ કરવા આવ્યા હતા અને ચીફ મેનેજર રવિની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પૈસા નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને ચીફ મેનેજર રવી જોષીની અટકાયત કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.