ભાસ્કર ઈમ્પેક્ટ:જલારામ ગાંઠિયા એન્ડ ફૂડ કોર્ટના માલિક સામે ફરિયાદ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂના સમયમાં કાલાવડ રોડ અને જામનગર રોડ પર દુકાનો ખુલ્લી હતી
  • કર્ફ્યૂમાં નીકળેલા 65 અને વેક્સિન ન લેનાર 15 વેપારી સામે કાર્યવાહી

કોરોનાનું સંક્રમણ ફરી વધતા શનિવારથી રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરી રાત્રિના દશથી સવારના છ વાગ્યા સુધીનો કરાયો છે, પરંતુ અગાઉ પોલીસની મીઠી નજર તળે છાનેખૂણે ચાલતા નાસ્તા તેમજ ચાની દુકાનો બેરોકટોક ખુલ્લી રહેતી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા.

વર્તમાન પરિસ્થિતિમાં આવી પ્રવૃત્તિ ખોટી હોય દિવ્ય ભાસ્કરે જલારામ ગાંઠિયા એન્ડ ફૂડ કોર્ટ નામની કાલાવડ રોડ અને જામનગર રોડ પરની દુકાનો 11.35 વાગ્યે પણ ખુલ્લી હોવાની તસવીર દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરી હતી. જેને પગલે બંને દુકાન સામે આંખ આડા હાથ કરનાર પોલીસ તંત્રએ અંતે કચવાતા મને ઉપરોક્ત બંને દુકાનના કાલાવડ રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા ભાવેશ શાંતિલાલ હિંડોચા સામે ગાંધીગ્રામ પોલીસ અને તાલુકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બીજી તરફ શહેરભરની પોલીસ વિવિધ વિસ્તારોના રાજમાર્ગો પર ગોઠવાઇ ગયા હતા અને દશ વાગતાની સાથે જ કર્ફ્યૂનો કડક અમલ કરાવવાનું શરૂ કરી દીધું હતું. કર્ફ્યૂના સમયમાં કામ વગર લટાર મારવા નીકળેલા 65થી વધુ લોકો પોલીસની નજરે ચડી જતા તેમની સામે કાર્યવાહી કરી હતી.

જેમાં કેટલા લોકો તો માસ્ક વગર મળી આવ્યા હતા. આ ઉપરાંત વેપારી, ધંધાર્થીઓએ કોરોનાની બંને વેક્સિન ફરજિયાત લેવાની હોવાનું તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં ઘણા વેપારી, ધંધાર્થીઓ વેક્સિન લીધા વગર બેરોકટોક વેપાર કરી રહ્યાં હોવાથી પોલીસ તંત્રએ આવા વેપારી, ધંધાર્થીઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે પોલીસની ઝુંબેશ દરમિયાન 15 જેટલા વેપારી એક પણ વેક્સિનનો ડોઝ ન લીધો હોવાનું તપાસમાં ખૂલતા તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...