સમસ્યા:મજૂરોને રાત્રિ કર્ફ્યૂમાં રુકાવટ અને દંડ વસૂલાત સામે ઉદ્યોગકારોમાં કચવાટ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવેલ છે. આ કર્ફ્યૂમાં નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે જતા અથવા તો નાઈટ શિફ્ટ માટે કારખાને જતા મજૂરોને રસ્તામાં રોકવામાં આવે છે અને તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. આથી મજૂરોમાં ડરનો માહોલ અને ઉદ્યોગકારોમાં કચવાટ જોવા મળે છે.

આ અંગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીએ જણાવ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂનો સમય સવારના 10.00 થી સવારના 6.00 સુધી કરવામાં આવેલ છે. આ સમયે નાઈટ શિફ્ટ પૂરી કરીને જતા અને નાઈટ શિફ્ટ માટે કારખાને જતા મજૂરોને રસ્તે રોકીને તેની પાસેથી દંડ વસૂલ કરતા હોવાના અનેક દંડ વસૂલવામાં આવી રહ્યો છે તે અંગે સંબંધિત તંત્રએ તાકીદે યોગ્ય રસ્તો કાઢવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...