લાપરવાહી:સગાઇ પ્રસંગે એકઠા થનાર 200 લોકો સામે ફરિયાદ

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાપટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું

કોરોના મહામારીને લઇ સામાજીક,  ધાર્મિક કાર્યક્રમો યોજવાની મનાઇ છે. જેમને લઇ જાહેરનામું પણ બહાર પડાયું છે. ત્યારે જ ખાપટ ગામે બે દિવસ પહેલા સગાઇમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય તેમની સામે પોલીસે ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી  છે. 

ગત 2 જુલાઇના રોજ ખાપટ ગામે રહેતા ભગવાન મેધા બારૈયાની પુત્રીની સગાઇ હોય એ દરમિયાન દેલવાડા ગામેથી મહેમાનો આવેલ અને આ સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા. આ સગાઇ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય અને કોઇ મંજુરી લીધી ન હતી.તેમજ સોશ્યલ ડિસ્ટન્સ પણ ન જાળવી જાહેરનામાનો ભંગ કર્યો હતો.  જેથી  ઊના પોલીસે ભગવાન મેધા બારૈયા વિરૂધ્ધ ફરીયાદ નોધી હતી.  અને સગાઇ પ્રસંગે કેટલા લોકો હાજર રહ્યા હતા તે અંગેની તપાસ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ વિસેક લોકોનું  ટોળું એકઠું થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...