ભાવવધારો:પેટ્રોલ સાથે સ્પર્ધા, સિંગતેલ ડબ્બો રૂ. 2600એ પહોંચ્યો, સિંગતેલ અને કપાસિયામાં 40 તો સનફ્લાવર ઓઇલમાં 60નો ઉછાળો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત વર્ષની સરખામણીએ આ વખતે ખાદ્યતેલના ભાવ રૂ. 440 થી લઇને રૂ. 1090 સુધીનો ભાવ વધારો થયો છે. આ સિઝનમાં સતત ભાવ વધી રહ્યા છે. ત્યારે હવે સિઝન પૂરી થવાની તૈયારીમાં છે. ત્યારે પણ આ ભાવ વધારાની તેજી સતત ચાલુ છે. સોમવારે એક જ દિવસમાં ખાદ્યતેલમાં રૂ. 260નો ભાવ વધારો થઇ રહ્યો છે. સીંગતેલમાં રૂ. 40 થવાને કારણે સીંગતેલનો ડબ્બાને રૂ. 2600નો થવામાં હવે માત્ર રૂ. 20નું જ છેટું રહ્યું છે. સન ફલાવરમાં રૂ. 60નો સૌથી વધુ ભાવવધારો થયો છે. મુખ્ય તેલ સિવાય સાઈડ તેલમાં રૂ. 40 સુધીનો ભાવવધારો થયો છે.

સિંગતેલના સતત વધતા જતા ભાવને કારણે ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો છે. લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. ત્યારે આ ભાવવધારાની તેજી સતત સોમવારે પણ જોવા મળી હતી. સોમવારે સિંગતેલ લુઝમાં રૂ. 50 નો ભાવ વધારો થતા સીંગતેલ લુઝમાં રૂ. 1550 ના ભાવે સોદા થયા હતા જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.જ્યારે કપાસિયા વોશમાં પણ શનિવાર કરતા ઉંચા ભાવે સોદા થયા હતા.જેમાં રૂ. 1270_1275 ના ભાવે સોદા થયા હતા. કંડલા પામમાં રૂ. 125_1230 અને કંડલા સોયારિફાઈનના ભાવ રૂ. 1275_1280 થયા હતા.

સામાન્ય રીતે મુખ્ય ખાદ્યતેલના ભાવ વધતા હોય છે પરંતુ આ વખતે સાઇડ તેલના ભાવો પણ વધી રહ્યા છે.જેમાં પામોલીન,સરસિયુ અને સનફલાવર તેલનો સમાવેશ થાય છે.આ અંગે ઓઇલ મિલરોના જણાવ્યાનુસાર પામ,સોયા અને સનફલાવર એ બીજા દેશોમાંથી આવે છે. ત્યાંથી આવક ઓછી છે અને ઈમ્પોર્ટ ડયુટી વધુ લાગે છે.ત્યારે હવે સાઇડ તેલ મોંધા બની રહ્યા છે.આમ મુખ્ય તેલ અને સાઈડ તેલ બન્નેના ભાવ વધતા સામાન્ય લોકોના બજેટ વિખેરાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...