તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડાની અસર:ગત વર્ષની સરખામણીએ શાકભાજીના ભાવ ડબલ, પાણી-મજૂરનો અભાવ અને તાપને કારણે સ્થાનિક વાવેતર ઘટ્યું

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા, ભાવનગર અને અમરેલી વિસ્તાર માટે શાકભાજીની ખરીદી રાજકોટથી

તાઉતે વાવાઝોડા બાદ યાર્ડમાં શાકભાજીની આવક પૂર્વવત થઇ ગઈ છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ ભાવ ડબલ થયો છે. જે શાકભાજી ગયા વર્ષે 20નું કિલો હતું તેનો ભાવ અત્યારે 40 થી વધુ બોલાઇ રહ્યો છે. જ્યારે તાઉતેથી પ્રભાવિત જે વિસ્તારો છે તે અમરેલી, તળાજા, ભાવનગરની આવક હાલમાં અત્યારે બંધ છે અને આ વિસ્તારો માટે આ શાકભાજીની ખરીદી રાજકોટથી થઇ રહી છે. આકરા તાપ, પાણી અને મજૂરના અભાવને કારણે સ્થાનિક વાવેતર લઈ શકાતું નથી તેથી શાકભાજીની આવક ઘટી છે.

સામાન્ય રીતે જૂનથી જુલાઈ માસ સુધી શાકભાજીની આવક ઓછી રહેતી હોય અને ભાવ પણ વધારે હોય છે, પરંતુ આ વખતે તાઉતે વાવાઝોડાને કારણે અસર વધુ વર્તાઈ છે અને ભાવવધારો થયો છે. અત્યારે ટમેટાં અને ગુવાર જેવા શાકભાજી અન્ય રાજ્યોમાંથી થઈ રહી છે. આ ઉપરાંત શાકભાજીના સ્થાનિક વેપારી અને ફેરિયાઓની સંખ્યા પણ ઓછી છે તેઓ કેરીના વેપારમાં હાલ ડાઇવર્ટ થયા છે. જ્યારે ખેડૂતો તો પોતાનો માલ પૂરતો લઈને આવી રહ્યા છે. શાકભાજીના ભાવ હજુ બે મહિના સુધી વધેલા રહેશે. જુલાઈ બાદ શાકભાજીના ભાવ કાબૂમાં આવશે.

કોથમરી, પાલક અને મેથીની આવકમાં ઘટાડો
સૌરાષ્ટ્રમાં આકરા તાપને કારણે કોથમરી, પાલક, મેથીનો પાક ઓછો આવી રહ્યો છે. હાલમાં કોથમરી, મેથી ઈન્દોરથી આવી રહી છે. સામાન્ય દિવસોમાં કોથમરીની આવક 200 ક્વિન્ટલ હોય છે તે અત્યારે 96 ક્વિન્ટલ જ આવી રહી છે. તેવી જ રીતે મેથીની આવક અત્યારે 50 ક્વિન્ટલની નોંધાતી હોય છે. જ્યારે શનિવારે મેથીની આવક 17 ક્વિન્ટલ થઇ હતી. 20 કિલો મેથીનો ભાવ હરાજીમાં રૂ. 450 થી રૂ. 750 સુધીનો બોલાયો હતો.

ગત વર્ષ અને આ વર્ષનો ભાવ

શાકભાજીગત વર્ષનો ભાવઆ વર્ષનો ભાવ
રીંગણા2040 થી 60
ટમેટાં3050 થી 60
ઘીસોડા25 થી 3050
ગુવાર20 થી 3050 થી 60
કારેલા3050 થી 60
ભીંડો25 થી 3050 થી 60

(નોંધ : શાકભાજીના ભાવ કિલોમાં છે)

અન્ય સમાચારો પણ છે...