તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:લગ્ન કે સામાજિક પ્રસંગો યોજવા કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમનો ઉપયોગ કરી શકાશે, કલેક્ટર મંજૂરી આપશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓડિટોરિયમ હોલની ફાઇલ તસવીર
  • કોરોનાને કારણે કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમમાં લગ્ન કે સામાજિક પ્રસંગો માટં પ્રતિબંધ હતો

કોવિડ-19ની પરિસ્થિતિના અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમ પ્રસંગો યોજવા માટે બંધ રાખવામાં આવ્યા હતા. હાલ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં લગ્ન કે સામાજિક પ્રસંગો યોજવા માટે મંજૂરી આપવામાં આવશે. 

મંજૂરી આપ્યા બાદ અરજદારો બુકિંગ કરી શકશે
જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા કોમ્યુનિટી હોલમાં મર્યાદિત સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજવા મંજૂરી આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવશે. આથી અરજદારો દ્વારા જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીની કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ યોજવાની મંજૂરી રજૂ કર્યેથી રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો