તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગ્રહખોરોની ખેર નહીં:રાજકોટમાં ઓક્સિજનની સંગ્રહખોરી અંગે કલેક્ટરે કમિટી બનાવી, વેક્સિનેશન વધારવા જ્ઞાતિ-સમાજની વાડીઓમાં વેક્સીનેશનના કેમ્પ યોજાશે

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન.
  • ઓક્સિજન પ્લાન્ટ પર રિફીલિંગ માટે આવતા સિલિન્ડરમાં જરૂરિયાત મુજબ જ રિફલિંગ કરી આપવા સુચના

રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડરની દર્દીઓના સગા સંગ્રહખોરી કરી રહ્યાં છે. ત્યારે ખરેખર જે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળતો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે ઓક્સિજન ઉત્પાદન એકમોથી માંડી રિફીલિંગ સુધીના નેટવર્ક ઉપર વોચ રાખવા એક ખાસ કમિટી બનાવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, વેક્સિનેશન વધારવા જ્ઞાતિ-સમાજની વાડીમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે.

જરૂરિયાત મુજબ જ સિલિન્ડર રિફીલિંગ કરી આપવા સૂચના
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ઘરે જ સારવાર લઈ રહેલા એટલે કે હોમ આઇસોલેશન હેઠળ હોય તેવા દર્દી માટે ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ માટેની અલગ અને હોસ્પિટલમાં સપ્લાય કરવા માટે ઓક્સિજનના ટેન્કર ભરવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રાજકોટમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ પર રિફીલિંગ માટે આવતા સિલિન્ડરમાં જરૂરિયાત મુજબ જ રિફલિંગ કરી આપવા સુચના આપવામા આવી છે.

જ્ઞાતિ-સમાજની વાડીમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે
આથી બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ખરેખર જેમને જરૂરિયાત છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે. તો સાથે જ વેક્સિનેશનનું પ્રમાણ વધારવા વધુ એક નવો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મનપાના આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન કરવામાં આવતું હતું. હવેથી જ્ઞાતિ-સમાજની વાડીઓમાં વેક્સિનેશનના કેમ્પ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...