તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નું માટી કૌભાંડ:કમિટીની બેઠક પૂર્ણ, કેમ્પસમાં કુલ 963 ફેરા થયા હોવાનો પ્રાથમિક રિપોર્ટ, NSUIનો માટીથી ભરેલા રમકડાના ટ્રેક્ટરો સાથે હલ્લાબોલ,અટકાયત

રાજકોટ20 દિવસ પહેલા
યુનિવર્સિટી..હાય..હાયના ઉગ્ર સુત્રોચાર કર્યા
  • NUSIએ રજિસ્ટ્રાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના બ્યુટીફીકેશનમાં થયેલા માટીના કૌભાંડ મામલે આજે યુનિવર્સિટીના કેમ્પસ ખાતે એક જ અધિકારીએ બે હોદ્દાનો ઉપયોગ કરીને ગોટાળો કર્યાનું ખૂલતા યુનિવર્સિટીએ આ અંગે તપાસ સમિતિ રચીને બેઠક યોજાઈ હતી થઈ છે.

NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત
NSUI દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત

જેમાં સિન્ડિકેટ સભ્ય ડૉ. ભાવિક કોઠારી, ડો.ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા, ઓડિટર શાખાના લીનાબેન ગાંધી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન ડો. દેવાંગ પારેખ દ્વારા રજૂ થયેલા પ્રાથમિક રિપોર્ટમાં કેમ્પસમાં ટ્રેકટરના કુલ 963 ફેરા થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ટ્રેકટર ઉપરાંત જેસીબી,રોલરના પણ ફેરા થયાં છે. આ રિપોર્ટમાં ચાર તબક્કામાં ફેરા થયા હોવાનો કમિટીએ દાવો કર્યો છે. જેમાં વેસ્ટ મટીરીયલ ઉપાડવા,કચરો ઉપાડવા,માટી ઉપાડવા,લેવલીંગ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સબંધિત જવાબદારોના નિવેદન લેવામાં આવશે

માટી કૌભાંડમાં તપાસ સમિતિની મિટિંગ પૂર્ણ,
માટી કૌભાંડમાં તપાસ સમિતિની મિટિંગ પૂર્ણ,

NSUIનો માટીથી ભરેલા રમકડાના ટ્રેક્ટરો સાથે હલ્લાબોલ
આ માટી કૌભાંડ મુદ્દે રાજકોટ શહેર NSUI દ્વારા કુલપતિ સમક્ષ હલ્લાબોલ સાથે માટીથી ભરેલા રમકડાના ટ્રેક્ટરો આપી અનોખો વિરોધ દર્શાવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને રજિસ્ટ્રાર રાજીનામુ આપે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે આ સમયે NSUI દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું
કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું

રજિસ્ટ્રાર ને તમામ પદ પરથી તાત્કાલિક દુર કરવા માંગ
આ વિરોધ પ્રદર્શનમાં NSUI આક્ષેપ કર્યો હતો કે રજીસ્ટાર જતીન સોનીને છાવરવા કુલપતીના ઈશારે અમને તપાસ સમિતિ સમક્ષ રજુઆત કરવા પોલીસે જવા ન દીધા હતા. લોકશાહીમાં વિદ્યાર્થી સંગઠનને રજુઆત કરવાનો અધિકાર પણ ના મળતો હોય એ ખુબ જ શરમજનક બાબત છે.NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતની આગેવાનીમા કુલપતીને ઉગ્ર પારદર્શક તપાસની રજુઆત કરી રજિસ્ટ્રાર જતીન સોનીને તમામ પદ પરથી તાત્કાલિક દુર કરવામા આવે તેવી માંગ કરી હતી જો કે તમામ NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

રજિસ્ટ્રાર જતીન સોનીના નામે ઉગ્ર દેખાવો કર્યા
રજિસ્ટ્રાર જતીન સોનીના નામે ઉગ્ર દેખાવો કર્યા

માટી કૌભાંડનો મોટો વિવાદ
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતિન સોનીની આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા પુરાવાઓના આધારે સામે આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે જતિન સોની પાસેથી ચાર્જ લઇ લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. આ માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ તખ્તો પણ તૈયાર કરી લીધો છે.

પોલીસે આગેવાનોની અટકાયત કરી
પોલીસે આગેવાનોની અટકાયત કરી

રજિસ્ટ્રાર તરીકે પોતે જ તમામ બિલ મંજૂર કરી દીધા
સરકારી નિયમ મુજબ અધિકારી સામે તપાસ ચાલી રહી હોય તે દરમિયાન તે હોદ્દા પર રહી શકે નહીં. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક તરીકે જતિન સોનીએ માટી નાખવાનું કામ આપ્યું અને રજિસ્ટ્રાર તરીકે પોતે જ તમામ બિલ મંજૂર કરી દીધા. જોકે ઓડિટ વિભાગે ટ્રેક્ટરના નંબર તપાસતા બે-બે ટ્રેક્ટરના નંબર કારના નીકળતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...