તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:રાજકોટ મ્યુનિ. કમિશનરે નવા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર અને ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત લીધી, કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનના કમિશનરે મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી. - Divya Bhaskar
કોર્પોરેશનના કમિશનરે મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી.
  • કોઠારિયા રોડ પર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં નવું ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બની રહ્યું છે

મહાનગરપાલિકા દ્વારા હાલમાં ભાવનગર રોડ પર કે.એસ.ડીઝલ સામે પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર (કચરામાંથી ખાતર બનાવવા) અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી. તેમજ ચાલુ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કમિશનરે ઇલેક્ટ્રિક બસ માટે ભાવનગર રોડ પર બનાવવામાં આવી રહેલા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. 80 ફૂટ રોડ પર જ કાર્યરત મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

એક મિની ટીપરવાનમાં 800થી 1000 કિલો કચરો સમાય છે
કે.એસ.ડીઝલ સામેના આ સ્થળે હાલ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પણ કાર્યરત છે. જુદા જુદા કચરો લઈને આવતા મિની ટીપરવાનમાંથી ઠલવાતો કચરો કોમ્પેક્ટર મશીન વડે અન્ય વાહનની મદદથી નાકરાવાડી ખાતે લઈ જવામાં આવે છે. અહીં કચરો લઈને આવતા મિની ટીપર વાનની તસવીરો, તારીખ અને સમયની નોંધણી તેમજ કચરો ભરેલા અને ખાલી કરેલા ટીપરવાનના વજન સહિતની નોંધણી ઓટોમેટિક થાય છે. એક મિની ટીપરવાનમાં 800થી 1000 કિલો કચરો સમાય છે. જ્યારે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે કચરાને કોમ્પેક્ટર દ્વારા ભેગો કરી નાંખવામાં આવે છે અને તેને મોટા કન્ટેનર વાહનમાં ભરી દેવામાં આવે છે અને તેની ક્ષમતા 14થી 15 ટનની હોય છે. 15 જેટલા મિની ટીપરવાનનો કચરો એક જ કન્ટેનર વાહન મારફત નાકરાવાડી પહોંચાડી શકાય છે.

વોર્ડ નંબર 11, 12, 13 અને 18નો કચરો નવા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં લાવી શકાશે
હાલ કોઠારિયા રોડ પર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં નવું ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ થતા વોર્ડ નંબર 11, 12, 13 અને 18ના વિસ્તારોમાંથી મિની ટીપર વાન મારફત એકત્ર થતો કચરો કોઠારિયા રોડ પરના આ નવા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં લાવી શકાશે. હાલ આ વોર્ડના કચરા લઈને આવતા મિની ટીપરવાનને રૈયાધાર અને કે.એસ.ડીઝલ ખાતેના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે લાવવો પડે છે. કોઠારિયા ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત થતા મિની ટીપરવાન ઉપરોક્ત વોર્ડમાંથી સીધા ત્યાં પહોંચી શકશે અને તેમના પરિવહન ખર્ચ અને સમયમાં પણ બચત થશે.

80 ફૂટ રોડ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે
હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી ગાર્ડન ખાતે અને રૈયાધાર ખાતે પાંચ-પાંચ ટન ક્ષમતાના ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સ્ટેશન કાર્યરત છે. આવું જ વધુ સ્ટેશન કે.એસ.ડીઝલ સામેના સ્થળે બનાવવામાં આવી રહ્યું છે. આ કામ ઝડપથી પૂર્ણ કરવા કમિશનરે સૂચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવી રહેલી ઇલેકિટ્રક બસની બેટરી ચાર્જિંગ માટે 80 ફૂટ રોડ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. ચાલુ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી કમિશનરે આ કામ સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...