તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ CPનો નિર્ણય:રાત્રિ કર્ફ્યૂને ધ્યાને લઇ ટ્રાફિક ન થાય તે માટે સાંજે 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાશે, ગઇકાલે ટ્રાફિકજામ થયો હતો

રાજકોટ9 દિવસ પહેલા
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
  • પોલીસ કમિશનરે લોકોને આઠ વાગ્યે ઘરે પહોંચી જવા અપીલ કરી

કોરાનાની વણસતી સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8થી સવારના 6 વાગ્યા સુધીનો કરી દીધો છે. ગઇકાલે પ્રથમ દિવસે રાજકોટમાં 8 વાગ્યા બાદ ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજથી સાંજના 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે જેથી ટ્રાફિક ન થાય અને લોકો આસાનીથી નીકળી શકે. ગઇકાલે આઠ વાગ્યા પછી ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

લોકોને 8 વાગ્યે ઘરે પહોંચી જવા અપીલ
પોલીસ કમિશનરે લોકોને આઠ વાગ્યે ઘરે પહોંચી જવા અપીલ કરી છે. કોરોનાકાળમાં પોલીસ સ્ટેશન કોઈને જવાની જરૂર ન પડે તે માટે ઇ-મેઇલ અને ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી લોકોની ફરિયાદને ન્યાય અપાશે. લોકોને માસ્ક પહેરવા પણ કમિશનરે અનુરોધ કર્યો છે. રાજકોટ શહેરના 3000 પોલીસ અધિકારીઓ અને જવાનો કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નમાં લાગી ગયા છે, સ્વયંસેવકોને પણ કામે લગાડવામાં આવશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ ઊભી રહેશે અને સઘન ચેકિંગ કરશે.

ઇ-મેઇલ અને ફોન નંબર
ઇ-મેઇલ અને ફોન નંબર

અરજદારો ઇ-મેઇલ કે ફોન નંબર પર પોલીસનો સંપર્ક કરે
​​​​​​​
કોરોના વાયરસની મહામારી અટકાવવા જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની સતત વિઝીટ કરવામાં આવે છે. તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે કર્ફ્યૂ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલિંગ તેમજ રૂટીન કામગીરીમાં પોલીસમાં પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારોના સંપર્કમાં આવવાનું થાય છે. જેથી સતત અન્ય લોકોના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસનો ફેલાવો થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આથી લોકો એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળે અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકે તેવા હેતુથી રાજકોટ શહેર પોલીસે પોલીસ સ્ટેશનના ઇ-મેઇલ આઇડી, સિટીઝન પોર્ટલ અને નંબર જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો