તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો!:આજી રિવરફ્રન્ટનું કામ ધીમું ચાલતા મનપાને 6.50 લાખની નુકસાની બાદ કમિશનર દોડ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ કેન્દ્રમાંથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મોડું મળ્યું, હવે કામમાં ઢીલ
  • આજી નદીના પટમાં ઇન્ટરસેપ્ટર લાઇનનું કામ ઝડપભેર પૂર્ણ કરવા આદેશ

આજી રિવર રિ–ડેવલપમેન્ટનું કામ ધીમું ચાલતા કેન્દ્ર સરકાર પાસેથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મેળવવામાં મોડું થતા રાજકોટ મહાનગરપાલિકાએ 6.50 લાખ રૂપિયાની કન્સલ્ટન્ટ ફી ચૂકવવી પડી છે. આ કામગીરી ચાલુ હતી ત્યારે તે ઝડપથી પૂરી થાય તેના પર ધ્યાન આપવાના બદલે હવે મોડું થઇ ગયા બાદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ કામગીરીની સમીક્ષા કરવા સ્થળ મુલાકાતે ગયા હતા અને અધિકારીઓને ઝડપથી કામ પૂરું કરવા કડક સૂચના આપી છે.

આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ આજી નદીના બન્ને કાંઠે થઇ રહેલી ઇન્ટરસેપ્ટર લાઇન બિછાવવાની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર અગ્રવાલ સ્થળ મુલાકાત માટે મંગળવારે ગયા હતા. આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજી રિવરફ્રન્ટના આ કાર્યની સાથો સાથ કમિશનરે અમૃત યોજના હેઠળ ચાલતી કામગીરીની પણ મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે, ગત 29 જુલાઇના મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં આજી રિવરફ્રન્ટ હેઠળ ઇન્ટરસેપ્ટર લાઇન બિછાવવાની કામગીરી ધીમી ચાલી હોવાથી કેન્દ્ર સરકારનું એન્વાયરમેન્ટ સર્ટિ. લેવામાં મોડું થતા ફરી અરજી કરવા માટે 6.50 લાખની કન્સલ્ટન્ટ ફી ચૂકવવાના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ કામગીરી અંગે કમિશનરે અગાઉ ગંભીરતા દાખવી કામ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પગલાં લેવાની જરૂર હતી. ખોટા ખર્ચથી મનપા પર બોજો અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...