તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધોરણ 12 સાયન્સના ગ્રામ્યના વિદ્યાર્થીની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ

રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 હજાર જેટલા વિદ્યાર્થીઓ પૈકી માત્ર ગ્રામ્યના અંદાજિત 5 હજાર જેટલા વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થયો છે જ્યારે શહેરના વિદ્યાર્થીઓની પરીક્ષા હાલ કોરોનાના વધતા કેસને પગલે શિક્ષણ બોર્ડે મોકૂફ રાખી છે. જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, પરંતુ હાલ રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતના સ્થળોએ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી.

ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં મુખ્ય ત્રણ વિષયો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા માટે ગ્રામ્યના કેન્દ્રો પર દરરોજ 600 વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાનો સમય દરેક વિષય માટે ત્રણ-ત્રણ કલાકનો નક્કી કરાયો છે. શહેરમાં કોરોનાના વધતા કેસને પગલે આશરે 6 હજાર વિદ્યાર્થીની પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો