તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભારંભ:રણછોડદાસજી આશ્રમે નવ કરોડ શ્રીરામ મહામંત્ર જાપનો પ્રારંભ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણછોડદાસજી બાપુ આશ્રમ શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ રાજકોટ હંમેશાં કઠિન પરિસ્થિતિમાં લોકોને સહાયભૂત બનવા તેમને ઉપયોગી બનવા કટિબદ્ધ છે. તથા સદગુરુદેવ ભગવાન રણછોડદાસજી બાપુના માનવ સેવા એજ પ્રભુ સેવાના દિવ્ય ઉદ્દેશને ચરિતાર્થ કરીને લોકો સ્વસ્થ રહે ચિંતા રહિત રહે માટે સતત પ્રભુ પ્રાર્થના અને વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે. એજ ઉદ્દેશથી વિશ્વના કલ્યાણ અને શાંતિ માટે તથા લોકોની સુખાકારી અને સ્વસ્થતા અને શાંતિ રહે એ માટે નવ કરોડ ‘રામ રામ’ના મહામંત્રના જપયજ્ઞનું સુંદર આયોજન પવિત્ર પુરુષોત્તમ માસમાં અધિકમાસમાં સદગુરુદેવ ભગવાન રણછોડદાસજી બાપુની પ્રેરણા અને સંકલ્પ રૂપી તા.18/9 શુક્રવારથી તા.16/10 શુક્રવાર સુધી આયોજન કરાયું છેે.

અન્ય સમાચારો પણ છે...