તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદેશી કંપનીઓ વેપાર ઉદ્યોગ કરવા માટે ભારતમાં આવે તે માટે સમગ્ર ભારતમાં ગુજરાત સરકારે પહેલ કરી છે. આ પહેલથી વિદેશી કંપનીઓ ગુજરાતમાં આવશે તો તેનાથી ઉદ્યોગકારોને ફાયદો થશે. તેમ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે. આ પહેલથી જાપાન, યુએસ જેવી કંપનીની ટેક્નોલોજીનો લાભ ઉદ્યોગકારોને મળશે. ફોરેન ઈન્વેસ્ટમેન્ટ વધવાથી દેશનું અર્થતંત્ર પણ મજબૂત બનશે.
આ નવી કંપનીઓને આકર્ષવા માટે લેબર લોમાં ફેરફાર કર્યા છે. તે સારી વાત છે. તેનો લાભ જૂની કંપનીઓને પણ મળે જેથી કરીને એમ.એસ.એમ.ઈ. કંપનીઓને પણ જીવનદાન મળશે. વધુમાં લોકોને રોજગારી મળવાનો માર્ગ વધુ મોકળો બનશે. તે માટે લેબર લોમાં યુ.પી.સરકારે લીધેલા નિર્ણયને ગુજરાત સરકારે અમલીકરણ કરવું જોઇએ તેવા પ્રકારનું સૂચન ચેમ્બરે કર્યુ છે. આ નિર્ણયથી કામદારોને તેની કાર્યક્ષમતા મુજબનું વેતન મળશે અને જે કામદારો કામ નથી કરતા તેને છૂટા પણ કરી શકાય.તેમ અંતમાં ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.