ટુરિઝમની ગાડી ફરી પાટે ચડી:રંગીલા રાજકોટીયનોનાં વીકએન્ડમાં સાસણગીરમાં ધામા, વોટરપાર્કમાં ધૂબાકા, કોરોના ભૂલ્યા, કુદરતના ખોળે મજા માણતા નજરે પડ્યા

રાજકોટ3 મહિનો પહેલા
વિકએન્ડમાં સાસણગીર તરફ ફરવા માટે રાજકોટીયનોનો ધસારો.
  • કોરોનાની બીજી લહેર પુરી થતા હવે ધીમે ધીમે લોકો કોરોનાના ડરમાંથી બહાર આવી રહ્યાં છે

રંગીલા રાજકોટની જનતા હરવા-ફરવા અને ખાવ-પીવાની શોખીન છે. પરંતુ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો ફરવા જવાનું ટાળી રહ્યા હતા. ત્યારે કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા છેલ્લા બે ત્રણ સપ્તાહથી લોકો ફરવા માટે જઇ રહ્યાં છે અને ટુરિઝમ વિભાગની ગાડી પાછી પાટે ચડી છે. રાજકોટના મોટાભાગના લોકો આજે વિકેન્ડમાં શનિ-રવિવાર દરમિયાન સૌથી વધુ સાસણગીર ખાતે કુદરતી વાતાવરણમાં ફરવા જઇ રહ્યાં છે. સ્વાદિષ્ટ ભોજન માણી કોરોના ભૂલી મનને હળવું કરી રહ્યાં છે. કુદરતના ખોળે મજા માણતા નજરે પડ્યા હતા.

દોઢ વર્ષથી કોરોનાના કારણે લોકો ઘરમાં પૂરાય રહ્યાં
કોરોનાની પ્રથમ અને બીજી ઘાતક લહેરને કારણે સૌથી ટુરિઝમ ક્ષેત્રને પણ મોટી અસર થઈ છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે લોકો ઘરમાં પૂરાયને બેસી રહ્યા હતાં. જેને કારણે ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોટેલ ઉદ્યોગ, ટેક્સી ડ્રાઈવરો અને એજન્ટોની દયનીય હાલત થઈ હતી. હાલ કોરોના કેસોમાં ઘટાડો થયો છે અને લોકો બહાર જવા લાગ્યા છે. ત્યારે ધીમે ધીમે હવે ટુરિઝમ ક્ષેત્ર પણ આગળ વધી રહ્યું છે.

રિસોર્ટમાં વીકએન્ડ માણતા રાજકોટના લોકો.
રિસોર્ટમાં વીકએન્ડ માણતા રાજકોટના લોકો.

બે-ત્રણ સપ્તાહથી વિકએન્ડમાં સાસણ ગીરમાં લોકો ફરવા જઇ રહ્યાં છે
કોરોનાની બીજી લહેર પુરી થતા હવે ધીમે ધીમે લોકો કોરોનાના ડરમાંથી બહાર આવી રહ્યાં છે. લાંબા સમયથી ઘરમાં બેસી રહેલા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જઇ રહ્યાં છે. કોરોનાને કારણે ઘરમાં પુરાય રહેલા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જઇ રહ્યાં છે. હાલ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી વિકએન્ડમાં સાસણ ગીરમાં લોકો ફરવા જઇ રહ્યાં છે. ટ્રાવેલ કંપનીઓ પણ પોતાના કસ્ટમરની પૂરતી કાળજી લઈ રહી છે. તેમના ગ્રાહકોને હાઈજીન વસ્તુઓ આપવાનો પ્રયાસ કરે છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના લોકો તેમના ગ્રાહકો માટે વિવિધ પ્રકારની આકર્ષક સ્કીમો પણ આપી રહ્યાં છે.

સાસણગીરમાં છેલ્લા બે-ત્રણ સપ્તાહથી લોકો વિકએન્ડમાં જઈ રહ્યાં છે.
સાસણગીરમાં છેલ્લા બે-ત્રણ સપ્તાહથી લોકો વિકએન્ડમાં જઈ રહ્યાં છે.

પરિસ્થિતિ પાટે ચડી રહી છેઃ રિસોર્ટના માલિક
સાસણગીર રિસોર્ટના માલિક રાજેશ સવનીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી ટુરિઝમ ક્ષેત્રની પરિસ્થિતિ દયનીય હતી. આજે છેલ્લા બે-ત્રણ સપ્તાહથી ધીમે ધીમે લોકો ફરવા આવી રહ્યાં છે. પરિસ્થિતિ પાટે ચડી રહી છે. રાજકોટથી મોટાભાગના લોકો સાસણ ફરવા આવી રહ્યાં છે. આ જગ્યા પર લોકો સ્વિમિંગ પુલમાં ન્હાવાની સાથે સાથે રિસોર્ટમાં ઇન્ટરનલ એક્ટિવિટી અને જંગલ વિસ્તારમાં ચાલીને સાઇટ સીન કરાવવામાં આવે છે.

સ્વાદિષ્ટ ભોજન આરોગતા રાજકોટીયનો.
સ્વાદિષ્ટ ભોજન આરોગતા રાજકોટીયનો.
સ્વિમિંગ પુલમાં ધૂબાકા મારતો પરિવાર.
સ્વિમિંગ પુલમાં ધૂબાકા મારતો પરિવાર.