અકસ્માત:ચોટીલા પાસે ST બસ-ટેન્કર વચ્ચે ટક્કર, 10થી 15 મુસાફરોને ઇજા, યુવાને બસ ડ્રાઇવર પર થેલો ફેંક્યો, મહિલાએ ઉધડો લીધો

રાજકોટ19 દિવસ પહેલા
મુસાફરો વિફર્યા હતા અને ડ્રાઈવર સાથે ઝગડો કર્યો હતો
  • મુસાફરોનો આક્ષેપ,મોબાઇલમાં વ્યસ્ત બસ ડ્રાઈવરે અકસ્માતને આમંત્રણ આપ્યું છે
  • ઇજાગસ્ત મુસાફરોને રાજકોટ સિવિલ ખસેડાયા, વીજળી ગુલ થતા હેરાન-પરેશાન

રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે ST બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યાં 15 જેટલા મુસાફરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ચોટીલા પોલીસ પણ દોડી ગઈ હતી. નોંધનીય છે કે,મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે મોબાઇલમાં વ્યસ્ત બસ ડ્રાઈવરે અકસ્માતને આમંત્રણ આપ્યું હતું. જેથી આ દુર્ઘટના સર્જાય હતી.જેથી મુસાફરો વિફર્યા હતા અને ડ્રાઈવર સાથે ઝગડો કર્યો હતો.

ST બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
ST બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
દર્દીઓ ગરમીમાં પરેશાન થયા
દર્દીઓ ગરમીમાં પરેશાન થયા

ઓપીડીમાં ખસેડવામાં આવ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટથી સવારે 8 વાગ્યે અમદાવાદ જતી ST બસ ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે પહોંચી. એ સમયે આગળ જતા ટેન્કર સાથે પાછળથી ધડાકા ભેર અથડાઇ હતી. જેના પગલે અંદર બેઠેલા 10-15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી જે બાદ તમામને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઓપીડીમાં ખસેડવામાં આવ્યા હતા.

દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

દર્દીઓ ગરમીમાં પરેશાન થયા
જો કે અચાનક વીજળી ગુલ થઇ જતા લિફ્ટ પણ બંધ થઇ ગઈ હતી અને દર્દીઓ ગરમીમાં પરેશાન થયા હતા. લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી લાઇટ ન આવતા દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે ઈજાગ્રસ્ત મુસાફરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ અમદાવાદ એસટી બસ નંબર GJ-18-Z- 5917 ના ચાલક ફોનમાં વાત કરતા કરતા પુરપાટ ઝડપે બસ ચલાવતા હતા જેથી તેની બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો છે અને લોકો ઈજાગ્રસ્ત થયા છે.