એજ્યુકેશન:વિદ્યાર્થીઓને સેનેટની મતદાર યાદીમાં જોડાવવા કોલેજોમાં ઝુંબેશ હાથ ધરાશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે સત્તા છીનવી લીધા બાદ સાચા નિર્ણય કરવા યુનિ.માં પ્રિન્સિપાલની બેઠક મળી
  • સેનેટની ચૂંટણી માટે અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલની બેઠક મળી હતી જેમાં યુનિવર્સિટીની આગામી સેનેટની ચૂંટણીમાં મતદાર તરીકે જોડાવવા વિદ્યાર્થીઓને મતદાર નોંધણી કરાવવા અને જિલ્લા વહીવટી તંત્રના મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પણ લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં 27મીથી કોલેજોમાં પણ સેનેટની ચૂંટણીને લઈને વધુમાં વધુ વિદ્યાર્થીઓ મતદાર યાદીમાં જોડાય અને યોગ્ય વ્યક્તિને પોતાનો મત આપે તે માટે ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનાર સેનેટની ચૂંટણી અન્વયે મતદારયાદી તૈયાર થતી હોય સૌને પોતાની કેટેગરીમાં મતદાર તરીકે નામ ઉમેરવા અને યોગ્ય પ્રતિનિધિને ચૂંટવા અપીલ કરી હતી તેમજ સેના સશસ્ત્ર દિન નિમિત્તે યથાશક્તિ શુલ્ક દાન કરવા માટે અને સેનાના શહીદ જવાનોના આશ્રિતો અને પરિવારજનોને મદદ રૂપ થવા અનુરોધ કર્યો હતો.

ભારતના ચૂંટણીપંચ દ્વારા નિર્દેશિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1થી 30 નવેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તેમજ 1થી 7 ડિસેમ્બર સુધી ઉજવણી થનાર સેના સશસ્ત્ર દિન નિમિત્તે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં યોજાનાર સેનેટની ચૂંટણી અન્વયે તમામ વિદ્યાર્થીઓ અધ્યાપકો અને આચાર્યને મતદાર યાદીમાં નામ ઉમેરા બાબતે આ ત્રિવિધ હેતુથી આયોજિત ઓનલાઇન બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી, જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ તરફથી પ્રાંત અધિકારી ગઢવી સહિતનાઓની ઉપસ્થિતિમાં આ ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...