તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિક્ષણ વિભાગે આગામી તા.8 ફેબ્રુઆરીને સોમવારથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન આટલા મહિના શિક્ષણ કાર્ય બંધ રહ્યા બાદ તાજેતરમાં જ શાળાઓ ખુલ્યા બાદ કોલેજો શરૂ કરવા પણ તબક્કાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.
કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરના વર્ગો સોમવારથી શરૂ થઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 237 કોલેજના જુદા જુદા કોર્સના 48000 જેટલા વિદ્યાર્થી સોમવારથી પરોક્ષને બદલે પ્રત્યક્ષ અભ્યાસ કરી શકશે, પરંતુ 8મીથી કોલેજો શરૂ થયાના માત્ર 17 દિવસ પછી જ એટલે કે 25મી ફેબ્રુઆરીથી પ્રથમ સેમેસ્ટરના જુદા જુદા કોર્સની પરીક્ષાઓ શરૂ થવાની છે. એટલે કે કોલેજ શરૂ થયા પહેલા પરીક્ષાની તારીખો જાહેર થઇ ગઈ હતી.
જોકે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ઓનલાઈન અભ્યાસ તો કરી જ રહ્યા હતા, પરંતુ ક્લાસરૂમ જેવું વાતાવરણ ઓનલાઈનમાં શક્ય નહીં હોવાને કારણે મહદંશે વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શક્યા નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં બીએસસી, બીસીએ, બીબીએ, એલએલબી, બીએઆઈડી, એમએ, એમકોમ, એમએસસી સહિતની જુદી જુદી વિદ્યાશાખાની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ આગામી તારીખ 25મી ફેબ્રુઆરીથી શરૂ થવા યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે.
યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં કુલ 48 હજારથી વધુ એનરોલમેન્ટ થયા છે. આ તમામ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 25મી ફેબ્રુઆરીથી ગોઠવવાનું આયોજન થયું છે. એટલે કે બીએ અને બીકોમ સિવાયની તમામ વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા 25મીએ લેવાય ગયા બાદ બીએ, બીકોમ જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ હોય છે તેની પરીક્ષા 10 માર્ચે લેવાશે.
હોસ્ટેલના એક રૂમમાં 2થી વધુ વિદ્યાર્થી નહીં રહી શકે
હોસ્ટેલ પુન: શરૂ કરતાં પહેલા તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે. SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહીં અપાય એટલું જ નહીં કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જ્યારે પરિક્ષા દરમીયાન પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝિગ-ઝેગ પદ્ધતિથી કરાશે. કોલેજો અને ક્લાસરૂમમાં પણ સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવી પડશે, વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં ફરજિયાત માસ્ક પહેરીને આવવું પડશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.