શિક્ષણ:કાલથી કોલેજની પરીક્ષા શરૂ થાય છે, યુનિવર્સિટીની ભૂલના લીધે વિદ્યાર્થીને આજે હોલ ટિકિટ મળશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીઓએ અનેકવાર ધક્કા ખાધા, કુલપતિએ ટેક્નિકલ ક્ષતિનું બહાનું બતાવ્યું

રાજકોટમાં સોમવારથી શરૂ થતી કોલેજની પરીક્ષા માટે કેટલાક પરીક્ષાર્થીની હોલટિકિટ ઈસ્યૂ ન થતા વિદ્યાર્થી પરેશાન થયા હતા. રાષ્ટ્ર યુનિવર્સિટીમાં રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એડવાન્સમાં હોલટિકિટ મળી ગઈ છે પરંતુ જૂના 100 જેટલા વિદ્યાર્થીઓની હોલટિકિટ ટેક્નિકલ ખામીના કારણે ઈસ્યૂ થઈ ન હતી. જ્યારે જસાણી કોલેજમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થી રેગ્યુલરમાં અભ્યાસ કરતા હોવા છતાં પણ તેમની હોલટિકિટ ઈસ્યૂ થઈ ન હતી.

તેમની સાથે ભાસ્કરની ટીમે વાત કરતા જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં બી.કોમ. સેમેસ્ટર-5ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા હતા પરંતુ અમારે મોડું થતાં અમે 24 સપ્ટેમ્બરે લેટ ફી સાથે ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમા કરાવ્યું હતું અને 20 નવેમ્બરે હોલટિકિટ લઈ જવા માટે જણાવ્યું હતું જ્યારે 20 નવેમ્બરે સવારે સૌ.યુનિવર્સિટી હોલ ટિકિટ લેવા ગયા ત્યારે યુનિવર્સિટીના સ્ટાફે જણાવ્યું કે, હોલટિકિટ આવી નથી, પરંતુ સોમવારે હોલ ટિકિટ તમારી કોલેજમાં પહોંચી જશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...