તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 24 કલાકમાં 45ના મોત, આજે બપોર સુધીમાં 260 કેસ, 100 વિદ્યાર્થીઓને ભણાવતું કોચિંગ ક્લાસિસ ઝડપાયું

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રાજકોટ મનપામાં કુલ 1,95,824 અને જિલ્લામા 1,90,179 ડોઝનું વેક્સિન
  • રાજકોટ રિજિયોનલ જિલ્લા મહાનગરોમાં 1,57,730 વેક્સિનના ડોઝ ઉપલબ્ધ

રવિવારે રાજકોટમાં કોરોના સારવારમાં રહેલા 45 દર્દીનાં મોત થયા હતા. એક જ દિવસે આટલા મોત થયાનો આ પ્રથમ દિવસ હતો. બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકાએ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન, નર્સિંગ સુપરિ. સહિતનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી.રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન ડો.પંકજ બૂચ, નર્સિંગ સુપરિ. હિતેન્દ્ર ઝાખરિયા તેમજ બે સેનેટરી ઇન્સ્પેક્ટરે વેક્સિનના બે ડોઝ મુકાવ્યા બાદ પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મનપાના વોર્ડ પ્રભારી અલ્પના મિત્રા, વાસંતીબેન પ્રજાપતિ સહિત ચાર વોર્ડ પ્રભારી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 689 અને ગ્રામ્ય વિસ્તારમાં 542 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. મનપાની ટીમે 37497 લોકોનો સરવે કર્યો હતો.

100 જેટલા વિદ્યાર્થીઓને બોલાવી ચાલતું ક્લાસિસ ઝડપાયું
રાજકોટમાં કોચિંગ કલાસીસ સંચાલકો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કોચિંગ ક્લાસિસ ચલાવતા હોવાની ઘટના સામે આવી છે. શહેરના નાણાટી ચોક ખાતે આવેલા જાસલ કોમ્પ્લેક્ષમાં ICE એકેડમી ખાતે કોચિંગ ક્લાસ શરૂ હતા. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓને બોલાવી કલાસિસ ચલાવવામાં આવતા હતા. જેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ક્લાસિસ પર પહોંચી તુરંત ક્લાસ બંધ કરાવ્યા હતા અને સંચાલકની પૂછપરછ હાથ ધરી હતી.

રેમડેસિવિરને લઇને મેડિકલ સ્ટોરને વહીવટી તંત્રએ નોટિસ ફટકારી
રાજકોટમા રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર હોસ્પિટલને આપનાર મેડિકલ સ્ટોર ધારકને વહીવટી તંત્રએ નોટિસ આપી છે. લોટ્સ મેડિકલ સ્ટોરના સંચાલકને નોટિસ આપવામાં આવી છે. દર્દીઓની જરૂરિયાત મુજબ રેમડેસિવિરનો જથ્થઓ તંત્રએ આપ્યો હોવા છતાં દર્દીઓને ન મળતા હોવાથી વહીવટી તંત્રએ તપાસ હાથ ધરી હતી. ત્રણ દિવસમાં મેડિકલ સ્ટોરના સંચાલકને જવાબ આપવા આદેશ કર્યો છે.

પોલીસે ચાલતું ક્લાસિસ ઝડપ્યું.
પોલીસે ચાલતું ક્લાસિસ ઝડપ્યું.

કલેક્ટરના કમાન્ડો કોરોના સંક્રમિત
જિલ્લા કલેક્ટર કચેરીમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. કલેક્ટરના કમાન્ડો જયરાજસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 22231 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2528 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શનિવારે 177 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં 142 બેડ જ ખાલી
રાજકોટમાં કોરોનાના કેસ દરરોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે અને જે ગતિએ કેસ વધી રહ્યા છે તેને કારણે હોસ્પિટલ ભરાવા લાગી છે અને હવે સિવિલ હોય કે ખાનગી ક્યાંય પણ દર્દીઓને દાખલ કરવાની જગ્યા બાકી રહી નથી. શનિવાર સાંજની સ્થિતિએ રાજકોટ શહેર અને જિલ્લા સહિત કુલ 2588 બેડમાંથી માત્ર 142 ખાલી રહ્યાં છે. તેમાંથી પણ 41 બેડ ઈએસઆઈસીના છે જે હજુ કાર્યરત થઇ નથી.

જસદણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નહીં
રાજકોટ શહેર નહીં ગ્રામ્યમાં પણ આવી જ હાલત છે. જસદણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. જ્યારે ગોંડલ અને ધોરાજીમાં પણ 9 અને 15 જ બેડ વધ્યા છે. સિવિલમાં કોરોના વોર્ડ માટે અલગ-અલગ વિભાગો ખાલી કર્યા બાદ ગાયનેક વિભાગને પણ પદ્મકુંવરબામાં શિફ્ટ કરી ત્યાં 100 બેડ ઉમેરાશે અને તેનાથી હવે સિવિલ હોસ્પિટલ કોવિડમાં ફેરવાય ગઈ છે. સમરસ હોસ્ટેલમાં હજુ ઓક્સિજન લાઈન નખાઇ રહી છે અને રાત સુધીમાં બીજા 64 બેડ તૈયાર કરવા પ્રયત્ન છે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

શનિવાર સાંજ 4 સુધીની સ્થિતિ

હોસ્પિટલકુલઓક્સિજનવેન્ટિલેટરખાલી
બેડબેડબેડબેડ
સિવિલ80853820523
સમરસ292236027
ઈએસઆઈએસ4141041
કેન્સર હોસ્પિ.19717702
ગોંડલ હોસ્પિ.555409
જસદણ હોસ્પિ.242400
ધોરાજી હોસ્પિ.7035015
ખાનગી હોસ્પિ.110180629525
કુલ25881911500142

સમરસ હોસ્ટેલમાં 362માંથી 316 દર્દી ઓક્સિજન પર
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ સમરસ હોસ્ટેલ ખાતે 500 બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને 500 બેડનું કોવિડ કેર સેન્ટર સમરસ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરમાં 11 એપ્રિલ બપોરના 2 વાગ્યાની પરિસ્થિતિએ 362 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 316 દર્દી ઓક્સિજન ઉપર છે. હાલની પરિસ્થિતિએ 58 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. અહીં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૈકી 420 બેડ તૈયાર છે અને બાકીના બેડ પૂર્ણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

રેમડેસિવિરના 3000, વેક્સિનના 80 હજાર ડોઝ આવશે
રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે 3000 ઇન્જેક્શનનો જથ્થો સોમવારે વહેલી સવારે રાજકોટ આવી પહોચશે. આ ઉપરાંત સરકારે 80 હજાર કોરોના વેક્સિન ડોઝ પણ મોકલી રહ્યું છે. વડાપ્રધાને વેક્સિન ઉત્સવ ઉજવવા અનુરોધ કર્યો હોવાથી તેના પગલે રાજકોટને વેક્સિનનો વધુ જથ્થો મોકલાયો છે.

અહીં સંપર્ક કરવોરેમડેસિવિર માટે

99740 73150 99740 73350 99740 73450

બેડની ઉપલબ્ધતા માટે
94998 04038
94998 06486
94998 01338
94998 06828
94998 01383
પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો