ડિમોલિશન:રાજકોટના વાવડીમાં કોમર્શિયલ શેડ પર કલેક્ટર તંત્રનું બૂલડોઝર ફર્યું, 7 કરોડની 700 વાર જમીન ખુલ્લી કરી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કલેક્ટ૨ તંત્ર દ્વારા મોટાપાયે સરકારી જમીનો ઉપ૨ના દબાણો સાફ ક૨વામાં આવી ૨હ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ રાજકોટ જિલ્લા કલેક્ટ૨ અરૂણ મહેશ બાબુના ધ્યાને રાજકોટ જિલ્લામાં ઠેર-ઠેર સરકારી જમીન ઉપર થયેલા દબાણો ધ્યાનમાં આવ્યા હતા. આજે રાજકોટના વાવડીમાં કોમર્શિયલ શેડ પર કલેક્ટર તંત્રનું બૂલડોઝ ફરી વળ્યું હતું. જેમાં 7 કરોડની 700 વાર જમીન ખુલ્લી કરી હતી.

સર્વે નંબર 15-16 જમીનમાંથી દબાણ હટાવ્યું
કલેક્ટરે તાત્કાલિક અસરથી દરેક મામલતદારોને આવી જમીનોનો સર્વે કરી અને દબાણો હટાવા માટે તાકીદ કરવામાં આવેલ હતી. કલેક્ટરની આ સુચના અનુસા૨ આજરોજ રાજકોટ તાલુકા મામલતદા૨ કરમટાએ પણ રાજકોટ તાલુકાના વાવડી ગામનાં સર્વે નંબર 15-16માંથી દબાણ હટાવી અંદાજે રૂ.7 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

દબાણકર્તાઓને નોટિસો ફટકારી હતી
આ અંગેની મામલતદા૨ કચેરીના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ તાલુકાના વાવડી ગામે સર્વે નંબર 15ના પ્લોટ નં.16 પૈકીની યુએલસી ફાજલ સરકારી જમીન અંદાજિત 700 વા૨ જેની બજા૨ કિંમત રૂ.7 કરોડ જેટલી થાય છે. તેની ઉપર છેલ્લા કેટલાક સમયથી પાંચ જેટલા કોમર્શિયલ શેડ દબાણકર્તાઓ દ્વારા ખડકી દેવામાં આવ્યા હતા. આ દબાણ તાજેતરમાં જ મામલતદા૨ કે.કે. કરમટાના ધ્યાને આવતા તેઓએ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ આ દબાણો હટાવી દેવા માટે દબાણકર્તાઓને નોટિસો ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...