તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજકોટમાં ઓક્સિજન અંગે કલેકટરનો મોટો નિર્ણય, હવે ઓકિસજનની સુવિધા ન હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલને મંજૂરી નહિં અપાય

રાજકોટ11 દિવસ પહેલા
  • ઈમરજન્સી ઓકિસજન સપ્લાયની વ્યવસ્થા તંત્ર પાસે પૂરતી હોવાનો દાવો

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની જતા હોસ્પિટલોમાં બેડ ખૂટવાની ઘટના સામે આવી હતી જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવા સુવિધા ઉભી કરવામાં આવી હતી અને ખાનગી હોસ્પિટલને કલેકટર હસ્તક મંજૂરી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ બાદ આજ રાજકોટ જિલ્લા કલેક્ટરનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં ઑક્સિજન સુવિધા ન હોય તેવી હોસ્પિટલને કોવિડ માટે મંજૂરી ન આપવા નિર્ણય કરાયો છે.

ઈમરજન્સી ઓકિસજન સપ્લાયની વ્યવસ્થા તંત્ર પાસે પૂરતી હોવાનો દાવો
જિલ્લા કલેકટર રેમ્યા મોહનના જણાવ્યા મુજબ શહેર - જીલ્લામાં કોરોનાના દર્દીઓને તાત્કાલીક ઓકિસજનની જરૂર પડતી હોય આ સંજોગોમાં ઓકિસજન વગરની હોસ્પિટલોમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકાતા હોવાથી હવે પછી જે કોઈ ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી માંગશે ત્યાં ઓકિસજન બેડની સુવિધા હશે તો જ તેને મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધીમાં જે ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન બેડ નથી અને મંજૂરી અપાય છે તેવી હોસ્પિટલો બંધ નહિં કરવામાં આવે, પરંતુ ચાલુ રખાશે કેમ કે આવી હોસ્પિટલો માટે ઈમરજન્સી ઓકિસજન સપ્લાયની વ્યવસ્થા તંત્ર પાસે પૂરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એક મહિનામાં 14500 કેસ નોંધાતા તંત્ર ચિંતામાં
રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક અને અતિ ગંભીર હતી. રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 19000 કેસ નોંધાયેલ હતા જેની સામે એપ્રિલ 2021 ના એક મહિનામાં 14500 કેસ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે અને હાલ સંક્રમણ અટકાવવા મહેનત કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં 40% દર્દીને ઓક્સિજન પ્રમાણ ઘટી જતું હોવાની ફરિયાદો સામે આવી છે અને જેના કારણે ઓક્સિજનની અછત પણ સર્જાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો