વિરોધ:રાજકોટમાં નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે NSUI દ્વારા કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર સાથે વિરોધ, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

રાજકોટ5 મહિનો પહેલા
નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે NSUIના સભ્યો જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા
  • 22 હજાર પગાર આપવાનો જિલ્લા કલેક્ટરનો લેખિત આદેશ છતાં મળ્યો નથી
  • પગાર મુદ્દે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા

રાજકોટ શહેરમાં જાણે સરકારી તંત્ર દ્વારા કોવિડમાં કાર્યરત ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે અન્યાય થતો હોય તેવા દ્રશ્યો છેલ્લા 2 અઠવાડિયાથી સર્જાય રહ્યા છે. જેમાં તબીબી શિક્ષકો, એટેન્ડન્ટ, નિષ્ણાત તબીબો બાદ હવે કોવિડ સેન્ટરોમાં કાર્યરત નર્સિંગના B.sc. નર્સિંગ, GNM ફેકલ્ટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ પગાર મુદ્દે તંત્રની સામે વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે NSUIના સભ્યો જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરને રજુઆત કરે એ પહેલા જ પોલીસ દ્વારા ટિંગાટોળી કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.

NSUI વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે
NSUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરાનાની ખરાબ પરિસ્થિતિ સમયે વિદ્યાર્થીઓને લાલચ આપી હતી. હવે સ્થિતી સુધરતા મુર્ખ બનાવામાં આવે છે. આ તમામ વિદ્યાર્થીઓને પોતાની હક્કનો પગાર મળવો જોઈએ. કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર એકબીજાને ખો આપી મુર્ખ બનાવે છે. જો આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો NSUI વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.

જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા
જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા

500થી વધુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો આક્ષેપ
આ અંગે વાત કરતા વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હાલ સરકારી કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતા B.sc. નર્સિંગ, GNM ફેકલ્ટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ ફરજ બજાવે છે જે કોરાનાની અતિ ગંભીર પરિસ્થિતિ સમયે તંત્રના આદેશથી આ તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત ડ્યુટી પર રહેવા આદેશ કર્યા હતા. તે સમયે જિલ્લા કલેક્ટરે તમામ ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને રુ 22,000 જ પગાર આપવા લેખિત આદેશ કર્યો હતો.

રજુઆત કરે એ પહેલા જ પોલીસ દ્વારા ટિંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
રજુઆત કરે એ પહેલા જ પોલીસ દ્વારા ટિંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને પગાર ચૂકવાયો નથી
અંદાજે 500થી વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્વાસ્થ્યની અને પરિવારની ચિંતા કર્યા વગર દિવસ-રાત જોયા વગર કોવિડ કેર સેન્ટરો પર ફરજ બજાવી છે. બે મહિનાથી વધુ સમયથી નોકરી કરવા છતાં હજુ સુધી એક પણ રૂપિયો પગારની ચુકવણી તંત્ર તરફથી કરવામા આવી નથી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પગારની માગણીઓ કરવામા આવી તો સિવિલ તંત્ર તરફથી વિદ્યાર્થીઓને રુ.12000 જ આપવામા આવશે તેમ કહેવામાં આવ્યું છે. વધુમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમને અમે લેખિત આદેશની વાત કરી તો તેઓ અમને એમ કહે છે કે હવે 12 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. તો જુના ઠરાવ અનુસાર અમને 22 હજાર મળવા જોઈએ. પણ અમારી વાત કોઈ માનતું નથી. અમને 2 મહિનાનો પગાર પણ મળ્યો નથી.

નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે NSUIના સભ્યો જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા
નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે NSUIના સભ્યો જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા
અન્ય સમાચારો પણ છે...