ભૂમાફિયાઓની ખેર નહીં:રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 27 કેસમાંથી 3 કેસમાં FIR દાખલ કરવા કલેક્ટરનો આદેશ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઇ હતી.
  • 19 કેસ દફ્તરે કરવામાં આવ્યા અને 5 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા 27 કેસો પૈકી 3 કેસમાં સંબંધિતો સામે FIR દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં 5 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અન્વયે રજૂ થયેલી અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. આ મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 27 કેસ પૈકી 19 કેસ દફ્તરે કરવામાં આવ્યા હતા અને 5 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

બેઠકમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ
આ બેઠકમાં ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, એ.સી.પી. એસ.આર ટંડેલ, પ્રાંત અધિકારીઓ જી.વી.મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા, ડીવાયએસપી. રાકેશ દેસાઇ અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.