• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Collector Convenes Meeting On Hirasar International Airport In Rajkot, Gives Instructions On Flyover Bridge, Operation Completed By August 22

કામગીરી પૂરઝડપે:રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે કલેકટરે બેઠક યોજી, ફલાયઓવર બ્રીજ અંગે સૂચના આપી,ઓગષ્ટ–22 સુધીમાં કામગીરી પૂર્ણ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સમીક્ષા બેઠક યોજી - Divya Bhaskar
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સમીક્ષા બેઠક યોજી
  • એરપોર્ટ ઓથોરીટી સાથે સંકલન કરી કાર્યવાહી કરવા કલેકટરની તાકીદ

રાજકોટની ભાગોળે કરોડોના ખર્ચે નિર્માણ થતા આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. આ એરપોર્ટના રન-વેનું કામ 62 ટકા જેટલું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાંધી સહિતના અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક આજે મળી હતી.

ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી પુરઝડપે થઇ રહી છે
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના હિરાસર પ્રોજેકટના જી.એમ. લોકનાથ પાધેએ ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી પુરઝડપે થઇ રહી છે, તેની માહિતી આપી હતી.જેમાં ઓગષ્ટ-22 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગો – કચેરીઓને ફાળે આવતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેકટરએ માર્ગદર્શન આપ્યું હતું. હાઇ-વે પર એરપોર્ટ પર જવા સર્વિસ રોડ, એપ્રોચ રોડ અને ફલાયઓવર બ્રીજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 2022માં એરપોર્ટની તમામ કામગીરી પરિપૂર્ણ થશે
હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરીને ગતિ આપવામાં આવી રહી છે. જેમાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ બે ટકા જેટલું પૂર્ણ થયું છે. આગામી 18 માસના સમયગાળામાં એટલે કે ઓગસ્ટ-2022માં આ એરપોર્ટની તમામ કામગીરી પરિપૂર્ણ એટલે કે પ્રોજેક્ટેડ ડેઇટ ઓફ કમ્પીલીશન તથા આ એરપોર્ટ વિમાનોની ઉડાન ભરવા માટે તૈયાર થઇ જશે.