રાજકોટના સમાચાર:એકસાથે 6,680 ગંગાસ્વરૂપ બહેનોને સહાયની કામગીરી બદલ કલેક્ટર અરૂણ મહેશ બાબુનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડથી સન્માન

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર અરુણ મહેશ બાબુ વતી સિટી પ્રાંત અધિકારી સંદીપ વર્માએ  બહુમાન સ્વીકાર્યું હતું - Divya Bhaskar
કલેક્ટર અરુણ મહેશ બાબુ વતી સિટી પ્રાંત અધિકારી સંદીપ વર્માએ બહુમાન સ્વીકાર્યું હતું

રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધવા સહાય અંતર્ગત રાજકોટ જિલ્લામાં એકસાથે 6,680 ગંગાસ્વરૂપ બહેનોને સહાય આપવાની સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ અને ઝડપી કામગીરી કરવા બદલ રાજકોટ ડિસ્ટ્રીક્ટને બેસ્ટ ડિસ્ટ્રીક્ટ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે, જે રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન ઘટના છે.

દિલ્હીમાં ઈન્ટરનેશનલ રેકોર્ડ ફેસ્ટિવલ યોજાયો
આજરોજ દિલ્હી ખાતે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ઈન્ટરનેશનલ રેકોર્ડ્સ ફેસ્ટિવલ, 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં નેપાળ, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ભારત સહિત 7 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં રેકોર્ડ ધારક વિજેતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કલેક્ટર અરુણ મહેશ બાબુ વતી સિટી પ્રાંત અધિકારી સંદીપ વર્મા આ સમારંભમાં ઉપસ્થિત રહી તેમણે બહુમાન સ્વીકાર્યું હતું.

8 હજારથી વધુ મહિલાઓને વિધવા પેન્શન અપાઇ છે
ઉલ્લેખનીય છે કે, બહેનો માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ યોજનાઓ કાર્યરત છે. વિધવા મહિલાઓને પતિના અવસાન બાદ આવકના કોઇ સ્ત્રોત ન હોય તો સરકારે દર મહિને રૂ.1200 પેન્શનરૂપે આપવામાં આવે છે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 હજારથી વધુ મહિલાઓને હાલ વિધવા પેન્શન આપવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...