તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડવેવની શરૂઆત:રાજકોટમાં 24 કિ.મી.ની ઝડપે ફૂંકાયો ઠંડો પવન

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ઉત્તર ભારતમાંથી પહોંચેલા પવનની અસર
 • કોલ્ડવેવની શરૂઆત, મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો, આજે વધુ ઠાર પડશે

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હવે કોલ્ડવેવની શરૂઆત થઈ છે અને જેની પ્રારંભિક અસર કચ્છમાં અનુભવાઈ છે અને રવિવારે બપોર બાદ ઠંડા પવનોને કારણે રાજકોટમાં પણ તાપમાન ઘટ્યું છે. બપોર સુધી તાપમાન સામાન્ય રહ્યું હતું અને સવારે પણ ન્યુનતમ તાપમાનમાં નજીવો ફરક પડ્યો હતો પણ બપોર બાદ ઠંડા પવનો શરૂ થયા હતા.

સાંજના સમયે પવનની ગતિ અમુક વિસ્તારોમાં 24 કિ.મી. પ્રતિ કલાક જેટલી થઈ હતી અને દિવસ ઢળતા જ 18 કિ.મી.ની ગતિએ પવનો ફૂંકાઈ રહ્યા હતા જેથી ઠારમાં વધારો થયો હતો અને તેથી જ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્શિયસથી આગળ વધ્યું ન હતું. રાત્રીના સમયે તાપમાન 16 ડિગ્રીની નજીક પહોંચ્યું હતું અને સવાર સુધીમાં 10 સુધી ગગડી જાય તેવી શક્યતા છે.

વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય છે ત્યારે એન્ટિ સાઇક્લોન બને છે અને એક જગ્યાએથી ચારે તરફ પવન ફંટાય છે અને તેની ગતિ પણ વધુ હોય છે તેમજ વધારે ઠંડા હોય છે આ જ કારણે કોલ્ડવેવની સ્થિતિ સર્જાય છે. સાંજના સમયે આ પવન સૌરાષ્ટ્ર સુધી પહોંચતા ઠાર અનુભવાયો છે અને રાત્રી દરમિયાન તાપમાન પણ ઘણું નીચું જશે જેનાથી સોમવારે તાપમાનમાં વધારે ઘટાડો આવશે.

હવામાન વિભાગે પણ રવિવારે જાહેર કરેલી યાદીમાં રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિની આગાહી કરી છે તેમજ ન્યુનતમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો સૂચવ્યો છે. જેના કારણે રાજકોટમાં ન્યુનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્શિયસ કરતા પણ ઓછું નોંધાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો