તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો સંયોગ:આજે શનિ જયંતી સાથે સૂર્યગ્રહણનો સંયોગ, ગ્રહણ ભારતમાં નહીં દેખાય

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે બહેનો વટસાવિત્રીનું વ્રત પણ આજે ઉજવશે, ગ્રહણ ધાર્મિક દૃષ્ટીએ પાળવાનું રહેશે નહીં

વૈશાખ વદ અમાસને ગુરુવારે તારીખ 10 જૂને શનિ જયંતી અને સૂર્યગ્રહણનો અનોખો સંયોગ રચાયો છે. જોકે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય લોકોએ ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. સાથે સાથે બહેનો સૌભાગ્યની પ્રાપ્તિ માટેનું વટસાવિત્રીનું વ્રત પણ આજે મનાવશે. આ વર્ષે ગુરુવાર અને શનિ જયંતીનો શુભ સંગમ થશે.

શનિ જયંતીને દિવસે હનુમાનજીની પૂજા-ઉપાસના અને શનિ ગ્રહની આરાધના કરવી ઉત્તમ અને શુભ ફળ આપનારી છે. આ દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું. હનુમાનજીને તેલ, સિંદૂર તથા અડદના 21 દાણા ચઢાવી શકાય.

વિક્રમ સંવત 2077ના વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ગુરુવારે વૈશાખ વદ અમાસને શનિ જયંતીને દિવસે વૃષભ રાશિમાં થવાનું છે પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય લોકોએ ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. આ ગ્રહણ ઉત્તર અમેરિકા, યુરોપ, ઉત્તર કેનેડામાં દેખાશે.

ભૂમંડલે ગ્રહણ પાંચ કલાક સુધી રહેશે
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ :
13 કલાક 42 મિનિટ અને 22 સેકન્ડના સમયે ગ્રહણ ભૂમંડલે સ્પર્શ કરશે. તેમજ ગ્રહણનું સંમિલન 15 કલાક 19 મિનિટ અને 53 સેકન્ડના થશે. જ્યારે ગ્રહણ 16 કલાક 11 મિનિટ અને 57 સેકન્ડના મધ્યસ્થાને પહોંચશે. ગ્રહણનું ઉન્મીલન 17 કલાક 03 મિનિટ અને 48 સેકન્ડના થશે.
ગ્રહણ મોક્ષ : 18 કલાક 41 મિનિટ 22 સેકન્ડ
પરમગ્રાસ : 0.943 ભૂમંડલે ગ્રહણની અવધિ પાંચ કલાક સુધી રહેવાની છે.

અન્ય સમાચારો પણ છે...