તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના છેલ્લા દિવસે સિદ્ધિયોગ:2021ના પહેલા દિવસે ગુરુ પુષ્યામૃત યોગનો સંયોગ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુભયોગમાં જમીન, મકાન, વાહન ખરીદવા શ્રેષ્ઠ માનવામાં આવે છે

વર્ષ 2020 પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષનો પહેલો દિવસ શુભ માનવામાં આવે છે કારણ કે, 2020ના છેલ્લા દિવસ 31 ડિસેમ્બરને ગુરુવારે સવારે 7.26થી રાત્રીના 7.41 સુધી સિદ્ધિયોગ છે, અને નવા વર્ષના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2021ને શુક્રવારે ગુરુ પુષ્યામૃત યોગનો સંયોગ સર્જાવાનો છે. આમ તો ગુરુ પુષ્યામૃત યોગ ગુરુવારે સાંજે 7.49 કલાકથી જ શરૂ થઇ જાય છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, આ બંને દિવસો દરમિયાન જમીન, મકાન, વાહન ખરીદવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ દરમિયાન પૂજાપાઠ સહિતના ધાર્મિક કાર્યો કરવા પણ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીએ રાત્રીના 8.16 સુધી રાજયોગ પણ છે. આ યોગમાં પણ ધર્મકાર્ય, પૂજાપાઠ અને ધાર્મિક વસ્તુઓ લેવી શુભ ગણાય છે. સાથે સાથે શુક્રવારે ચાંદીની વસ્તુ લેવી પણ શુભ માનવામાં આવે છે. આથી વર્ષ 2020નો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરે અને નવા વર્ષ 2021ના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ સિદ્ધિયોગ અને ગુરુ પુષ્યામૃત યોગનો સારો સંયોગ સર્જાઈ રહ્યો છે. લોકો આ દિવસે નવી વસ્તુ કે ધાર્મિક કાર્યો કરે તો તે શુભ નીવડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો