તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:10મીએ શનિજયંતી, ગુરુવાર અને વટસાવિત્રી પર્વનો સંયોગ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હનુમાનજી-શનિગ્રહની આરાધના ફળદાયી

વૈશાખ વદ અમાસને ગુરુવારે તારીખ 10 જૂને શનિ જયંતી છે. આ વર્ષે ગુરુવાર અને શનિ જયંતીનો શુભ સંગમ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ગુરુ એટલે જીવ અને શનિ એટલે શિવ. એટલે કે શનિમાં ધાર્મિકતા આવે અને ગુરુ ગ્રહમાં સંસારની બધી બાબતો આવે છે. આમ ગુરુ એટલે સંસાર જીવ અને શનિ એટલે ધર્મ શિવ એટલે કે શિવ અને જીવનો સંગમ થશે.

તે ઉપરાંત આ દિવસે બહેનોએ વટસાવિત્રી વ્રત રહેશે જેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે શનિજયંતીને દિવસે હનુમાનજીની પૂજા-ઉપાસના અને શનિ ગ્રહની આરાધના કરવી ઉત્તમ અને શુભ ફળ આપનારી છે. આ દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું. હનુમાનજીને તેલ, સિંદુર, અડદના 21 દાણા ચઢાવી શકાય.

જે લોકોની જન્મકુંડલીમાં શનિ+ચંદ્રનો વિષયોગ હોય, શનિ+રાહુનો શ્રાપિત યોગ હોય, શનિ નબળો હોય તો આ દિવસે શનિકવચના પાઠ કરવા અને હનુમાનજીની ઉપાસના કરવાથી રાહત થશે. જે લોકોની રાશી મકર-ધન-કુંભ છે તેઓને શનિની મોટી પનોતી ચાલે છે. તથા તુલા અને મિથુન રાશીના લોકોને શનિની નાની પનોતી ચાલે છે. આથી શનિ જયંતીને દિવસે શનીકવચના 21, 31 કે 108 પાઠ કરવા. ઉપરાંત પગરખા, અળદ, કાળું કપડું, તેલનું દાન કરવાથી રાહત થાય છે.

અન્ય સમાચારો પણ છે...