દરોડા:રાજકોટ સહિત રાજ્યભરમાં   કોચિંગ ક્લાસ સંચાલકોને ત્યાં સતત બીજા દિવસે તપાસ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોચિંગ સંચાલકો ફી ઉઘરાવી લેતા હતા પણ ટેક્સ નહિ ભરતા દરોડા પાડવામાં આવ્યા

રાજકોટ સહિત રાજ્યભરમાં કોચિંગ ક્લાસ સંચાલકોને ત્યાં જીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. આ તપાસ સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. અત્યાર સુધીની તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જે કબજે લેવામાં આવ્યા છે.

આ અંગે જીએસટી વિભાગના તપાસનીશ અધિકારીઓના જણાવ્યાનુસાર ક્લાસીસ સંચાલકો ટ્યૂશન ફી વસૂલ કરી લે છે, પરંતુ તેની સામે તેઓ ટેક્સ ભરતા નહોતા તેવી ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે આ તપાસ કરવામાં આવી હતી. મંગળવારે રાજકોટ, અમદાવાદ, સુરત, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર, ભાવનગર, ગાંધીનગર સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

રાજકોટમાં વર્લ્ડ ઈનબોક્સ એકેડમીન અને વર્લ્ડ ઈનબોકસ નોલેજ શેરિંગ પ્રા.લિ. માં તપાસ કરાઈ હતી. રાજકોટ સહિત રાજ્યભરમાં શૈક્ષણિક સંસ્થાઓને ત્યાં હાથ ધરાયેલી તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યા છે. જોકે આ તપાસ હજુ લાંબી ચાલશે. નવા વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્યભરમાં પહેલીવાર શૈક્ષણિક સંસ્થાઓને ત્યાં જીએસટીની તપાસ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...