તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપનો ભાજપ પર પ્રહાર:‘જ્યોતિ કંપનીના માલિક CMના મિત્ર હોવાથી વેન્ટિલેટર કૌભાંડ થયું’, આમ આદમી પાર્ટી હવેની તમામ ચૂંટણી લડશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હીના ધારાસભ્ય અતિષી શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અતિષીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીના માલિકના મિત્ર છે. તેથી કોરોના સમયમાં દેશભરમાં ટેસ્ટ થાય, સારવાર થાય પણ ગુજરાતમાં એન-95 માસ્ક કૌભાંડ, વેન્ટિલેટર કૌભાંડ થાય છે. રૂપાણી જ્યાં વિજય થયા છે તે વિસ્તારની સરકારી શાળાની હાલત ખરાબ છે.

ભાજપ સરકાર પર પ્રહાર કર્યા
ગુજરાતમાં દરેક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ છે તેથી આમ આદમી પાર્ટી કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા સહિતની તમામ ચૂંટણી લડશે ગુજરાત રોલ મોડલ છે પણ આ કેવું ગુજરાતનું મોડલ છે કે જ્યાં 4000 સ્કૂલના રૂમ તૂટેલાં છે, શિક્ષણમંત્રી ખોટી રીતે ચૂંટણી જીતેલા છે, 5 વર્ષમાં ગુજરાતમાં 7 લાખ બાળકો સ્કૂલમાંથી ઘટ્યા છે. સરકારી હોસ્પિટલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. દેશભરમાં કોરોના સમયમાં ટેસ્ટ થાય, સારવાર થાય પણ એન-95, વેન્ટિલેટર કૌભાંડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...