અપીલ:લોનમેળાના 1282 લાભાર્થીને આજે CM રૂ.3.45 કરોડનું ધિરાણ આપશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરોને બદલે બેંકમાંથી લોન લેવા CP ભાર્ગવની અપીલ

વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્યભરની પોલીસ દ્વારા શરૂ થયેલી કવાયતમાં રાજકોટમાં પણ પોલીસે લોકદરબાર યોજી વ્યાજખોરો સામે ગુના નોંધવાની હારમાળા સર્જી હતી, તો લોકો વ્યાજખોરોથી દૂર રહે તે માટે લોનમેળો પણ યોજ્યો હતો, લોનમેળાના 1282 લાભાર્થીઓને રૂ.3.45 કરોડનું લોન ધિરાણ રવિવારે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આપવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અને વ્યાજખોરોથી પરેશાન લોકો કોઇપણ ભય વગર વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત તા.10 જાન્યુઆરીના વ્યાજખોરી સામે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 અરજી મળી હતી, જે તમામ અરજીઓ પર તપાસ કર્યા બાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 59 ગુના નોંધી 74 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી,

બેંક લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સહિતની પ્રક્રિયા પૂરી કરવામાં પોલીસ મદદરૂપ બની હતી. અને જેના પગલે 1282 લાભાર્થીઓ 3,45,29,000ની રકમની લોન મેળવવા સક્ષમ બન્યા છે, આ 1282 લોકોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોનની રકમ અર્પણ કરવામાં આવશે. રવિવારે બપોરે 3.30 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે લાભાર્થીઓને લોન અપાશે.

અન્ય સમાચારો પણ છે...