તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનમાં રૂપાણી:દિવાળીની ઉજવણી માટે CM વિજય રૂપાણી આજથી 2 દિવસ રાજકોટમાં, પરિવાર સાથે ચોપડા પૂજન કરશે, પેટાચૂંટણીના પરિણામને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CM રૂપાણી સાંજે 6 વાગ્યે ચોપડા પૂજન કરશે

દિવાળીની ઉજવણી માટે આજથી 2 દિવસ CM વિજય રૂપાણી રાજકોટમાં છે. CM વિજય રૂપાણી દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરશે. રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ આવેલી પોતાની દુકાનમાં ચોપડા પૂજન કરશે. આ તકે CM વિજય રૂપાણીએ પેટાચૂંટણીના પરિણામને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું હતું.

સાવચેતી સાથે દિવાળીનો પર્વ ઉજવણી કરવા CMની અપીલ
રાજકોટમાં CM વિજય રૂપાણી લોકોને સાવચેતી સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી. સાથે સાથે પેટાચૂંટણીના પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું હતું. દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય ઉજવણીથી આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આજે રાજકોટમાં દિવાળીની ઉજવણી કરવા માટે અહીંયા આવ્યા છીએ.

પરિવાર સાથે તહેવારની ઉજવણી કરશે
CM વિજય રૂપાણી આજે ગરેડીયા કુવા રોડ પર આવેલી પોતાની દુકાનમાં પરિવાર સાથે સાંજે ચોપડા પૂજન કરશે અને ત્યારબાદ દિવાળીની ઉજવણી કરશે. CM રૂપાણી આવતીકાલે બપોર સુધી પોતાના વતન રાજકોટમાં રહેશે અને પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે.

સાંજે છ વાગ્યે ચોપડા પૂજન કરવામાં આવશે
મુખ્યમંત્રી બન્યા પહેલા, દાયકાઓથી ગરેડીયા કૂવા રોડ પર તેમની દુકાન આવેલી છે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે રહીને તેઓ દર વર્ષે કરતા હોય છે. શહેર ભાજપના પ્રમુખના જણાવ્યા મૂજબ અન્ય કોઈ કાર્યક્રમો યોજાયા નથી. સાંજે છ વાગ્યે ચોપડા પૂજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો