• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • CM Bhupendra Patel Attends Businessman's Wedding, BJP Activists Gather At Airport, Visits Rajkot For Second Time After Becoming CM

CM રાજકોટમાં:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિના લગ્નમાં પધાર્યા,એરપોર્ટ પર ભાજપના કાયર્કરો ઉમટ્યા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાને પ્રણામ કર્યા - Divya Bhaskar
ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાને પ્રણામ કર્યા
  • મુખ્યપ્રધાન બન્યા બાદ બીજી વખત રાજકોટની મુલાકાતે
  • એરપોર્ટ પર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મોહન કુંડારીયા, ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી દ્વારા કરવામાં આવ્યું સ્વાગત

રાજકોટમાં આજે CM ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે. જ્યાં તેઓ ઉદ્યોગપતિ રાજલ વડાલીયાના પરિવારમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે તેઓ રાજકોટ એતપોર્ટ પર પહોંચ્યા હતા. અને ત્યાંથી લગ્ન સ્થળે જવા રવાના થયા હતા. જ્યાં તેમણે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાને પ્રણામ કર્યા હતા.

ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળા સાથે ચર્ચા કરતા CM ભુપેન્દ્ર પટેલ
ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળા સાથે ચર્ચા કરતા CM ભુપેન્દ્ર પટેલ
નવદંપતી સાથે CM ભુપેન્દ્ર પટેલ
નવદંપતી સાથે CM ભુપેન્દ્ર પટેલ
CMના આગમન સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
CMના આગમન સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડાલીયા પરીવારના લગ્ન સમારંભમાં હાજરી આપી
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ આજે બીજી વખત CM ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કાલાવાડ રોડ પર ખીરસરા પાર્કની પાછળની બાજુએ આવેલ કુશલ પાર્ક ખાતે ઉદ્યોગપતિ રાજેનભાઇ વડાલીયાના પુત્ર મીતના લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. આ દરમિયાન વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર બાવાજીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં CMની સાથે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી,બ્રિજેશભાઇ મેરજા અને અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહન કુંડારીયા, MLA ગોવિંદ પટેલ,કેબિનેટ મંત્રી હાજર રહ્યા અને અને CM રાજકોટથી રાત્રે 9 વાગ્યે અમદાવાદ જવા રવાના થયા હતા.

વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર બાવાજીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈને આશીર્વચન પાઠવ્યા
વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર બાવાજીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈને આશીર્વચન પાઠવ્યા
ખીરસરા નગરપાલિકા દ્વારા CM ભુપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું
ખીરસરા નગરપાલિકા દ્વારા CM ભુપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું

બે મહિના પૂર્વે CM રાજકોટ આવ્યા હતા
આજથી બે મહિના પૂર્વે CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. એ સમયે ભારે વરસાદને કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે ખાના ખરાબી થઇ હતી. આથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. ખરાબ હવામાનના કારણે જામનગરથી રાજકોટ બાય રોડ કારમાં પહોંચ્યા હતા. વાગુદડ ગામે ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્તોની મુલાકાત કરી હતી. બાદમાં કલેક્ટર કચેરીમાં જ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...