તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છવાયું, ધુમ્મસના કારણે વાહનચાલકોને હાલાકી, માવઠાને કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસના પાકને નુકસાન

રાજકોટ4 મહિનો પહેલા
  • આટકોટમાં વહેલી સવારથી જ ગાઠ ધુમ્મસ જોવા મળ્યો હતો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ અને આટકોટ સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસને પાકને નુકસાન થયું છે.

રાજકોટમાં ગાઢ ધુમ્મસ છવાયું
રાજકોટમાં ગાઢ ધુમ્મસ છવાયું

ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને હાલાકી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. ધુમ્મસને કારણે રોડ પણ ભીના થઇ ગયા હતાં. ગાઢ ધુમ્મસના કારણે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉં, ચણા અને જીરૂના વાવેતર પર અસર થઈ છે.

આટકોટમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
આટકોટમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

આટકોટમાં આજે વહેલી સવારથી ધુમ્મસનું વાતાવરણ છવાયું
આટકોટમાં આજે વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતું અને હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. મોડે સુધી આ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. રોડ પણ ભીના થઇ ગયા હતાં. રોડ પર દૂર સુધી કંઈ દેખાતું ન હતું. બીજી તરફ કમોસમી વરસાદના કારમે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો