તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Clouds Will Cover Saurashtra From Friday, Day Temperature Will Drop Below 30, Low Pressure Clouds Will Pass Over Lakshadweep, Mawtha Is Unlikely

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:સૌરાષ્ટ્રમાં શુક્રવારથી વાદળો છવાશે, દિવસનું તાપમાન 30થી નીચું જશે, લક્ષદ્વીપમાં લો પ્રેસર સર્જાતા વાદળો પસાર થશે, માવઠાની શક્યતા નહીંવત

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવસે 27, જ્યારે રાત્રીના 20 ડિગ્રી સેલ્શિયસ સુધી પારો રહેશે : એક્સપર્ટ

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ન્યુનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્શિયસની નજીક જ રહેતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે જો આગામી સપ્તાહે દિવસ દરમિયાન પણ તાપમાન નીચું રહેતા ઠંડી પડશે તેવી આગાહી વેધર એક્સપર્ટ કરી રહ્યા છે.વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણી જણાવે છે કે, લક્ષદ્વીપ પાસ હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ કારણે પવનની દિશા બદલાશે. જેથી સૌરાષ્ટ્ર પરથી વાદળો પસાર થશે.

તારીખ 11થી 13 એટલે કે શુક્રવારથી રવિવાર સુધી આકાશમાં વાદળો દેખાશે. શિયાળામાં વાદળો પસાર થતા હોવાથી તડકો ઓછો પડશે અને તેથી દિવસ દરમિયાનનું તાપમાન ઘટશે. હાલ મહત્તમ તાપમાન 33થી 35 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રહે છે અને તેથી તે દિવસોમાં પારો 30થી નીચે જઈ શકે છે તેમજ 27 સુધી પણ પહોંચી શકે છે. બીજી તરફ રાત્રીના સમયે પણ પારો 20 ડિગ્રી કરતા ઓછો રહેશે. તાપમાનમાં ઘટાડો આવતા દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ હાલ કરતા વધુ રહેશે.

સૌરાષ્ટ્રમાં વાદળો છવાતા ખેડૂતોમાં વરસાદ પડવાની ચિંતા સતત વધી જાય છે. વાદળો આવતા વરસાદ પડવા અંગે વેધર એક્સપર્ટ કહે છે કે, આ સમયે વરસાદની શક્યતા નહીંવત જેવી છે. વાદળો સૌરાષ્ટ્ર પર છવાઈ રહેવાના બદલે સૌરાષ્ટ્ર પરથી પસાર થવાના છે તેથી કોઇ વિસ્તારમાં વરસાદ પડે તેની ખૂબ ઓછી શક્યતા છે.હાલ ચાલુ વર્ષના શિયાળાની રૂતુમાં જે ઠંડીનો દોર જોવા મળતો હોય તે હજુ સુધી જોવા મળ્યો નથી.

પરંતુ વાતાવરણ વિભાગના તજજ્ઞોનું માનવું છે કે હાલ લક્ષદ્વીપ પાસે જે લો પ્રેસર સર્જાઇ રહ્યું છે તેનાથી પવનની દિશામાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તો નવાઇ નહીં. ત્યારે આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યમાં અને સવિશેષ રાજકોટમાં ઠંડીમાં વધારો નોંધાશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં રવિવારે રાજ્યનું સૌથી ઊંચું 35.5 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું
રાજકોટમાં રવિવારે ન્યુનતમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું પણ જેટલી ઠંડી રાતે પડી તેટલી દિવસે અનુભવાઈ ન હતી. કારણ કે, દિવસે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્શિયસ જેટલું ઊંચું ગયું હતું. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ પારો 35 પર નથી પહોંચ્યો જેથી રાજકોટમાં રવિવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ન્યુનતમ તાપમાનની દૃષ્ટિએ વલસાડમાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ઓખા, દ્વારકા અને વેરાવળમાં ન્યુનતમ તાપમાન 20 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્શિયસની નજીક રહ્યું હતું. હવામાન વિભાગ જણાવે છે કે હાલ દક્ષિણ-પૂર્વ દિશામાંથી પવન આવી રહ્યા છે તેમજ આગામી 3 દિવસમાં ન્યુનતમ તાપમાનમાં મોટો તફાવત નહિ જોવા મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો