તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:એક્સપાયર થયેલી આયુર્વેદિક દવાઓનો મામલે પરેશના દવાખાનામાંથી ક્લિનિકનું રજિસ્ટ્રેશન મળ્યું

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
દરોડા દરમિયાનની ફાઇલ તસવીર - Divya Bhaskar
દરોડા દરમિયાનની ફાઇલ તસવીર
  • પરેશે મનપાના અધિકારી પર મહિલા સાથે ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપ કર્યા હતા

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં પોલીસે દરોડો પાડીને એક્સપાયર થયેલી આયુર્વેદિક દવાઓને ડ્રમમાં ભેગી કરી તેમાં મધ અને ચ્યવનપ્રાશ નાખી નવા લેબલ સાથે વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. જેમાં પરેશ પટેલ અને તેની પત્ની મિનલ પટેલની ધરપકડ કરાઇ છે.

પોલીસે ગોડાઉન બાદ બસ સ્ટેન્ડમાં આઠ મહિના પહેલા ખરીદેલી દુકાનમાં બનાવેલી ઓશો મેડિકેર ક્લિનિકમાં તપાસ કરતા ક્લિનિકનું રજિસ્ટ્રેશન મળી આવ્યું હતું. આ રજિસ્ટ્રેશન પરેશના પત્ની મિનલ પટેલના નામે હતું તે પણ ડોક્ટર ન હોવાથી પોલીસે મનપાની આરોગ્ય શાખા પાસે વિગતો માગતા બહાર આવ્યું હતું કે મિનલ પટેલ સમયાંતરે ડોક્ટર બદલીને પોતાનું સર્ટિફિકેટ મેળવતા હતા. જોકે એક નામ બદલવા મિનલ પટેલે મનપાના જ અધિકારીઓ પર ગેરવર્તણૂકના આક્ષેપ કર્યા હતા છતાં મૂંગા મોઢે તેની અરજી સ્વીકારી લીધી હતી.

મિનલ પટેલે સૌથી પહેલા 2016માં ક્લિનિકના રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી અને ત્યારે પોતાના સ્ટાફમાં ડો. ગોપી મારડિયા અને ડો. અંકિતા માધડના નામ આપ્યા હતા જે બંને બીએએમએસ હતા. ક્લિનિકના એડ્રેસ તરીકે શ્રમજીવી સોસાયટી નોંધાવ્યું હતું. ત્યારબાદ તેણે 21-10-2019માં ડોક્ટરના નામમાં ફેરફાર કરવા અરજી કરી હતી. સામાન્ય રીતે આ એક સાદી અરજી હોય છે જેમાં જૂના નામ કાઢી નવા નામ દાખલ કરવાના હોય છે પણ પરેશ પટેલ ગોરખધંધો કરતો હોવા છતાં કેટલા ગુમાનભેર સરકારી અધિકારીઓ પર રોફ જમાવતો હતો તેની એક ઝલક આ અરજીમાં જોવા મળી હતી.

અરજી ફરી એક પત્ર લખ્યો જેમાં આક્ષેપ કર્યો હતો કે મનપાના અધિકારીની ગેરવર્તણૂકથી અપમાનિત થતા તેમના બે તબીબ ડો. હિતાર્થી અને ડો.ફોરમે રાજીનામા આપી દીધા છે. આથી ખાલી પડેલી જગ્યા પર ડો.ડિમ્પલની નિમણૂક કરાઈ છે. અરજીમાં આવો સણસણતો આક્ષેપ કરવા છતાં તે અરજી સ્વીકારી લેવાઈ કોઇ તપાસ ન થઈ અને અરજી મુજબ નામ પણ બદલી દેવાયું અને પછી કોઇ તપાસ પણ કરાઈ ન હતી. જે શંકા ઉપજાવે છે કે પરેશ પટેલે આવી અરજી કરવા છતાં આરોગ્ય શાખા અને મનપા મૂંગી રહી તો પરેશ પટેલ પાછળ ખરેખર કોનું પીઠબળ કામ કરી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...