આજે નવલી નવરાત્રિનું છેલ્લું નોરતું છે. ત્યારે છેલ્લા દિવસે યંગસ્ટર અને બાળાઓ ગરબાની રમઝટ બોલાવી રહી છે. શહેરના વોર્ડ નં.9માં ચંદનપાર્ક પાર્ક મેઇન રોડ પર પ્રાચીન ગરબીમાં યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી રહી છે. બીજી તરફ રેલનગરમાં આવેલા આશાપુરા મિત્ર ગરબી મંડળમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા છે. આ ગરબી મંડળમાં સર્વધર્મની ભાવના જોવા મળી રહી છે. આ ગરબી મંડળમાં હિન્દુ-મુસ્લિમ અને ક્રિશ્ચિયન ધર્મની બાળાઓ પણ ગરબા રમી રહી છે. સાકેત હાઇટ્સમાં આજે છેલ્લા દિવસે યંગસ્ટર હિલોળે ચડ્યું તેમ ગરબાની રમઝટ બોલાવી રહ્યું છે.
સોમનાથ સોસાયટીમાં યુવતીઓ ગરબે ઘૂમી
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે છેલ્લા દિવસે યુવતીઓ રાસ-ગરબે ઘૂમી રહી છે. આ સોસાયટીમાં યુવતીઓએ ટીટોડા, ઘરચોળુ, નોન સ્ટોપ ગરબા પર ગરબે ઘૂમી રહી છે.
ગંજીવાડામાં મેલડી મા ગરબી મંડળની બાળા ગરબા રમી
શહેરના ગંજીવાડા વિસ્તારમાં મેલડી મા ગરબી મંડળની બાળાઓ ગરબે ઘૂમી રહી છે. બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસનો શણગાર સજી રાસ-ગરબે ઘૂમી રહી છે. આજે છેલ્લા દિવસે બાળાઓ ગરબાની રમઝટ બોલાવી રહી છે.
સાકેત હાઇટ્સમાં યુવાધન હિલોળે ચડ્યું
શહેરની સાકેત હાઇટ્સ સોસાયટીમાં યુવાધન છેલ્લા દિવસે હિલોળે ચડ્યું છે. આ ઉપરાંત રેલનગરમાં આવેલી લોકમાન્ય તિલક ટાઉનશીપ સોસાયટીમાં પણ છેલ્લા દિવસે ખેલૈયાઓ રાસ-ગરબે ઘૂમી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.