ક્રાઇમ:જેતપુરમાં જૂનાગઢ રોડ પર આવેલી SBI બેંકમાં કલાર્કે ATMમાં નાખવાના રૂ.38 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયો

જેતપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસ્વીર
  • રીશેષમાં 'વીરપુર જમવા જાઉં છું' કહી ક્લાર્ક નાસી ગયો, મેનેજરે તપાસ કરતા ATM મશીન તૂટેલી હાલતમાં મળતા સમગ્ર ઘટના સામે આવી

જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલી SBI બેંકમાં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં કલાર્કે ATMમાં મશીનમાં નાંખવાના 38 લાખ રૂપિયા મશીનમાં ન નાંખી તેની ચોરી કરી છુમંતર થઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મુદ્દે SBI બેન્કના મેનેજરે ક્લાર્ક વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

વીરપુર જમવા માટે ગયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ એસબીઆઈ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો વિજય દાણીધારીયા નામના કર્મચારીને આજે બપોરે બેંકના મેનેજર મનોજકુમારે બેંકના ATM મશીનમાં 38 લાખ રૂપિયા મુકવા માટે આપેલ હતા. ત્યારબાદ બપોરનો રીષેશનો સમય થતાં આ કર્મચારી વિજય જેતપુરની બાજુમાં જ આવેલ પોતાના ગામ વીરપુર જમવા માટે ગયેલ હતો.

સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો
રીષેશ પુરી થઈ ગઈ અને ત્રણેક વાગવા આવ્યા, છતાંય વિજય હજુ ન દેખાતા મેનેજરે ATM મશીનમાં જઈને જોયું તો સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં પૈસાનું નામોનિશાન ન હતું. આ જોઈ બેન્ક મેનેજરને પેટમાં ફાળ પડી એટલે તરત જ વિજયને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવ્યો. એટલે વારંવાર ફોન કર્યો પરંતુ દરેક વાર ફોન બંધ જ આવતાં. મેનેજરને વિજય ઉચાપત કરી ગયો હોવાનો અહેસાસ થયો.

આરોપી 13 વર્ષ જૂનો કર્મચારી હતો
તેમ છતાં વિજય SBI બેંકનો 13 વર્ષ જૂનો કર્મચારી હોય એટલે થોડી રાહ જોઇ હતી પરંતુ વિજયનો કોઈ અતોપતો જ ન મળતા મેનેજરે પોલીસને જાણ કરી, બેન્કમાંથી 38 લાખની ચોરી થયાની પોલીસને જાણ થતાં જ સીટી પીઆઇ પી.ડી. દરજી પોતાના સ્ટાફ સાથે તરત જ બેંકે પહોંચી ગયા હતાં. અને મેનેજરને સાંભળી એટીએમમાં રહેલ સીડીએમ મશીનની તપાસ કરતા મશીનનો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો. જેથી પોલીસે બેન્કના કર્મચારી દ્વારા 38 લાખ રૂપિયાની ઉચાપતની મેનેજરની પાસેથી ફરીયાદ લેવા કામગીરી હાથ ધરી હતી

(જેતપુર, હિતેશ સાવલીયા)

અન્ય સમાચારો પણ છે...