તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Cleaning Devotion Of Businessmen, Youth And Students, Everyone Carries Their Own Tiffin And Vehicle, Starting From Awesome Dungar And Cleaning The Temple Of Rajasthan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઈ ભક્તિ:ઉદ્યોગપતિ, યુવાનો અને વિદ્યાર્થીઓની સફાઈ ભક્તિ, દરેક લોકો પોતાના ટિફિન અને વાહન લઈને જ જાય છે, ઓસમ ડુંગરથી શરૂ કરી અને રાજસ્થાનના મંદિરની સાફસફાઈ કરી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટના ઉદ્યોગપતિ, યુવાનો અને વિદ્યાર્થીઓની સફાઈ ભક્તિ રાજકોટ શહેરથી લઇને રાજસ્થાન સુધી જાણીતી છે. નવરંગ નેચર ક્લબ દર મહિને દરેક શહેરોના મંદિરોના પ્રાંગણ, તેની આજુબાજુના એરિયામાં ફેંકાયેલા કચરાની સાફસફાઈ કરીને તેને ચોખ્ખુંચણાક બનાવે છે. વર્ષ 2016 માં ઓસમ ડુંગરથી સફાઈ ભક્તિની શરૂઆત કરી હતી અને રાજસ્થાનના મંદિરની પણ સાફસફાઈ કરવામાં આવી છે. નવરંગ નેચર ક્લબના સભ્યો જ્યાં પણ સફાઈ કરવા જાય છે ત્યાં પોતાના વાહન અને ટિફિન સાથે લઇને જ જાય છે.

જેથી સમયનો સદુપયોગ થઈ શકે. નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા જણાવે છે કે, 2016 માં જ્યારે તેમણે ઓસમ ડુંગર માત્રી માતાના મંદિરે ગયા તો જોયું કે પ્લાસ્ટિક, કાગળનો કચરો મોટા પ્રમાણમાં છે અને સફાઈ ભક્તિની શરૂઆત અહીંથી થઈ. આ અભિયાનમાં વિદ્યાર્થીથી લઇને ગામના આગેવાનો, સ્થાનિક સહિત કુલ 1800 લોકોની ટીમે આ માત્ર એક જ દિવસમાં સફાઈ કરી હતી.

ત્યારબાદ લીલી પરિક્રમા પૂરી થયા બાદ નવરંગ નેચર ક્લબની ટીમ ત્યાં પહોંચી. આ સિવાય રાજસ્થાનના મંદિર, વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિરની અને ત્રંબામાં આવેલ મહાદેવ મંદિરની સાફસફાઇ કરી છે. તેમજ લોકડાઉનના સમયમાં પડસર ગામમાં પણ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

પ્રતિબંધિત છતાં સૌથી વધુ કચરો પ્લાસ્ટિકનો જ
મંદિર, તેની આજુબાજુના વિસ્તાર બગીચા અને મંદિરની સફાઈ દરમિયાન પ્લાસ્ટિકનો જ કચરો સૌથી વધુ નીકળે છે. જે મંદિરની આસપાસ નદી, તળાવ આવેલા છે તેની સફાઈ કરીએ તો તેની અંદરથી જૂના મંદિર તેમજ પાણીમાં પ્રદૂષણ ફેલાવતી અનેક વસ્તુઓ મળી આવે છે. દરેક મંદિરની આસપાસ સફાઈ દરમિયાન 2 થી 4 ટ્રક ભરાઈ તેટલો કચરો મળી આવે છે. તેમ વી.ડી.બાલા જણાવે છે.

કોઇ સભ્યને વ્યસન નથી, દરેક પોતાનું કામ જાતે કરે છે
નવરંગ નેચર ક્લબમાં એવા જ સભ્યો બનાવવામાં આવે છે કે જેમને કોઈ વ્યસન ન હોય. આ ક્લબમાં સામાન્ય યુવાથી લઈને ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ,વિદ્યાર્થીઓ વગેરે જ્યારે સફાઈ અભિયાનમાં જોડાઈ છે ત્યારે દરેક લોકો પોતાની જવાબદારી સમજીને દરેક પ્રકારના કામ કરે છે. કોઈ સભ્યને કામ કરવા માટે કહેવું પડતું નથી બધા પોત-પોતાની રીતે સફાઈમાં જોડાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો