શેરડીના રસના ચિચોડામાં ગંદકીના ગંજ:રાજકોટમાં ફૂડ શાખાના ચેકીંગ દરમિયાન સફાઈ અને ફૂડ લાઇસન્સનો અભાવ,25 ધંધાર્થીને નોટિસ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની શરૂઆત થતાં રાજકોટ શહેરમાં ઠેર ઠેર શેરડી રસના ચિચોડા ધમધમી રહ્યા છે. ત્યારે રસના ચિચોડાના માધ્યમથી લોકોને પીરસવામાં આવનાર રસથી લોકોનું આરોગ્ય ન જોખમાય તેની તકેદારી હાલ મનપાના ફૂડ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સૌથી વધુ રસના ચિચોડાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે.

બરફ ખાવાલાયક છે?
ચેકિંગ દરમિયાન ખાસ કરીને રસના ચિચોડાનાં સંચાલક દ્વારા શેરડી ધોવામાં આવે છે કે કેમ? સાથો સાથ જે બરફ વાપરવામાં આવે છે તે ખાવાલાયક છે કે પછી માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે છે તે અંગે પણ ચકાસણી કરવામાં આવે છે. રસ ડિસ્પોઝેબલ ગ્લાસમાં આપવામાં આવે છે કે કેમ તે સહિનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે.

ટેમ્પરરી ફૂડ લાઇસન્સ મેળવવા સૂચના
સાથોસાથ રસનો ચિચોડો ચલાવનારા સંચાલક દ્વારા ટેમ્પરરી ફૂડ લાઇસન્સ મેળવવામાં આવ્યું છે કે કેમ તે સહિતની બાબતો અંગે પણ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા 18 જેટલા ચિચોડા ધરાવનારા ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

શેરડી ધોઇને ઉપયોગમાં જોઈએ
ફૂડ ઇન્સ્પેક્ટર કૌશિક સરવૈયાએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થાય એટલે લોકોનું શેરડીના રસ તરફ આકર્ષણ વધે છે. બપોરે ઠંડક મેળવવા તો રાત્રે પરિવાર સાથે લોકો શેરડીનો રસ પીવા માટે નીકળતા હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી શેરડીના રસના ચિચોડાનું ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં 100 જેટલા ચિચોડા અત્યારસુધીમાં ચેક કર્યા છે. શેરડી ધોઇને ઉપયોગમાં જોઈએ.

25 ધંધાર્થીને નોટિસ આપી છે
કૌશિક સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, કારણ કે તેના પર ધૂળ અને મેલ ચોટેલો હોય છે. શેરડીના રસની સાથે પાઇનલ પણ વપરાતું હોય છે. આ પાઇનેલ સારી ગુણવત્તાનું વપરાય છે કે નહીં તેનું પણ ચેકિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અમે ફૂડ લાઇસન્સ લીધેલું ન હોય તેવા શેરડીના રસના 25 ધંધાર્થીને નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...