તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જિલ્લાની 102 સરકારી શાળાના ધોરણ 6 અને 7ના વર્ગો બંધ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે રાજ્ય સરકારે રાજકોટ જિલ્લાની એવી 102 શાળા કે જેમાં ધોરણ-6 અને 7ના વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી છે તેવા વર્ગો બંધ કરવા પડ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપુર, પડધરી સહિત 11 તાલુકાની શાળાઓમાં ધોરણ-6 અને 7ના વર્ગો બંધ કરી દેવાયા છે અને અન્ય શાળાઓમાં મર્જ કરી દેવાયા છે જેમાં ધોરણ 6ના 657 અને ધોરણ 7ના 514 વિદ્યાર્થી સહિત 102 સ્કૂલના કુલ 1171 વિદ્યાર્થીને અન્ય સ્કૂલમાં મર્જ કરાયા છે. જિલ્લાની 102 સ્કૂલના ધોરણ 6 અને 7ના વર્ગો બંધ કરાતા આ સ્કૂલના 145 જેટલા શિક્ષક વધી પડ્યા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાલબત્તી સમાન બની છે. જિલ્લાની 102 શાળામાં ધો.6 અને 7ના વર્ગો બંધ કરી દેવાતા 145 જેટલા શિક્ષક પણ વધી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો