ઓફલાઇન શિક્ષણ:ધોરણ 1થી 5ના વર્ગો 22 નવેમ્બર બાદ શરૂ થવાની પ્રબળ શક્યતા; તમામ વર્ગો શરૂ કરવાને લઈ બેઠક મળશે અને લીલી ઝંડી અપાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રીજી​​​​​​​ લહેરની સંભાવના ઓછી થતાં પ્રાથમિક વર્ગો શરૂ કરવા તૈયારી

કોરોનાના કપરા કાળની સૌથી વધુ માઠી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી છે. બીજી લહેર બાદ લાંબા સમયે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, પરંતુ ધોરણ 1 થી 5ના વર્ગો હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ તમામ વર્ગો શરૂ કરવા હલચલ શરૂ થઈ છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 22 નવેમ્બર બાદ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5ના વર્ગો ગમે ત્યારે શરૂ કરી દેવામાં આવશે. દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ પ્રાથમિક શાળાઓમાં બાકી રહેતા તમામ વર્ગો શરૂ કરવામાં આવશે.

કોરોનાના કેસ ઘટતા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ અનલોક કરવામાં આવી હતી, પરંતુ સંભવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ધોરણ 1થી 5ના વર્ગો બંધ રખાયા હતા, પરંતુ હવે ત્રીજી લહેરની સંભાવના નહીંવત હોવાથી અને શાળા સંચાલકો તેમજ વાલીઓની માંગને ધ્યાનમાં રાખી ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો 1થી 21 નવેમ્બર સુધી શાળાઓમાં વેકેશન જાહેર થવાની શક્યતા છે. જેથી 22 નવેમ્બરથી વેકેશન ખૂલતાની સાથે જ ધોરણ 1થી 5ના વર્ગો ફરી ધમધમતા થશે.

પ્રાથમિક શાળાઓના તમામ વર્ગો શરૂ કરવાને લઈ બેઠક પણ મળશે અને તેમાં લીલી ઝંડી અપાશે. જોકે ધોરણ 1 થી 5માં 5થી 10 વર્ષના બાળકો હોવાથી શિક્ષકોએ કોવિડ ગાઈડલાઈન કડક પાલન કરવાનું રહેશે. 50 ટકાની ક્ષમતામાં જ વર્ગો શરૂ કરાશે. વાલીની સંપૂર્ણ સહમતી સાથે જ બાળકોને ઓફલાઈન અભ્યાસ માટે મોકલી શકાશે. જોકે શાળામાં હાજરી ફરજિયાત કરવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...