પરીક્ષા:ખાતાકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થતા વર્ગ-4ના કર્મી હવે કારકુન

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના 43 કર્મીએ પરીક્ષા આપી હતી જેમાં 9 પાસ થયા

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીના નિયમ અનુસાર 20 ટકા ખાલી જગ્યા માટે ખાતાકીય પરીક્ષા લેવામાં આવે છે. જે પૈકી વર્ગ-3 કારકુનની 20 ટકા પેટેની 9 ખાલી જગ્યા માટે ભરતી પરીક્ષા લેવામાં આવી હતી જેમાં મનપામાં જ ફરજ બજાવતા વર્ગ-4ના 43 કર્મચારીએ પરીક્ષા આપી હતી.

જે પૈકી મેરિટમાં 9 કર્મચારીને સ્થાન મળતા જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક અપાઇ છે. આ 9 કર્મચારીમાં વિનોદ ચાવડા, ગિરિરાજસિંહ ચાવડા, ખુશદીપ સોલંકી, મંગલ દાસાણી, નવનીત સોમૈયા, જયેશ જોટાંગિયા, જિતેન્દ્ર નિનામા, હિરેન માખેચા અને હિતેશ ત્રિવેદીનો સમાવેશ થાય છે. ઉતીર્ણ થયેલા આ કર્મચારીઓ હવે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...